તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:આફ્રિકન મહિલા રૂ. 9 કરોડના હેરોઈન સાથે એરપોર્ટ પર પકડાઈ

મુંબઈ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • મહિલાએ ટ્રોલી બેગની નીચે હેરોઈન ભરેલાં પેકેટ છુપાવ્યાં હતાં

દેશભરમાં માદક પદાર્થ સામે વિવિધ તપાસકારી એજન્સીઓ દ્વારા આક્રમક રીતે કાર્યવાહી કરવામાં આવી રહી હોવા છતાં ડ્રગની દાણચોરી ઓછંુ થવાનું નામ લેતી નથી. ગુરુવારે વહેલી સવારે મુંબઈ એરપોર્ટ પરથી એક આફ્રિકન મહિલા રૂ. 9 કરોડના હેરોઈન સાથે પકડાઈ હતી. તેણે ટ્રોલી બેગમાં પોલાણ બનાવીને હેરોઈન ભરેલાં પેકેટ છુપાવ્યાં હતાં. નાર્કોટિકસ કંટ્રોલ બ્યુરો (એનસીબી)ના મુંબઈ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેની આગેવાની હેઠળની ટીમે વિશ્વસનીય માહિતીને આધારે ગુરુવારે વહેલી સવારે મુંબઈ એરપોર્ટ પર છટકું ગોઠવ્યું હતું.

તે સમયે કતાર એરવેઝ ફ્લાઈટ નં. ક્યુઆર 0556માં જોહાનિસબર્ગ - દોહા - મુંબઈ પ્રવાસ કરતી દક્ષિણ આફ્રિકન મહિલા ખેનિસિલ પ્રોમિસ ખેલિશવાયોને શંકા પરથી આંતરવામાં આવી હતી.તેની પાસેની રાખોડી રંગની ટ્રોલી બેગની સઘન તલાશી લેતાં તેમાં એક પોલાણ બનાવ્યું હતું, જેમાં હેરોઈનનાં બે પેકેટ છુપાવવામાં આવ્યાં હતાં. કુલ 3 પેકેટમાં 2.960 કિલો હેરોઈન મળી આવ્યું હતું, જેનું આંતરરાષ્ટ્રીય બજારમાં મૂલ્ય રૂ. 9 કરોડથી વધુ જાય છે. ઉપરાંત મહિલા પાસેથી 10,000 સાઉથ આફ્રિકન ચલણી નોેટો રેન્ડ મળી આવી હતી. આ સંબંધે તેની ધરપકડ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો