તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદેશ:અદાર પૂનાવાલાને જરૂરી સુરક્ષા આપવા માટે કોર્ટ દ્વારા હિમાયત

મુંબઈ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સરકારના ઉચ્ચ અધિકારીઓને સલામતીની નોંધ લેવા આદેશ અપાયો

મહારાષ્ટ્ર સરકારે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (એસઆઈઆઈ)ના સીઈઓ આદર પૂનાવાલાને જરૂરી સુરક્ષા આપવી જોઈએ એમ મુંબઈ હાઈ કોર્ટે કથિત ધમકીઓને ધ્યાનમાં રાખીને મંગળવારે કહ્યું હતું. પૂનાવાલાની કંપની દ્વારા ઉત્પાદિત કોવિશિલ્ડ રસી સપ્લાય કરવાનાં કારણોસર ધમકી આપવામાં આવી છે.

જસ્ટિસ એસ.એસ. શિંદે અને અભય આહુજાની વેકેશન બેંચે કહ્યું કે પૂનાવાલા કોવિડ -19 રસી બનાવીને દેશની સેવા ખૂબ સારી રીતે કરી રહ્યા છે અને રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓએ તેમની સલામતીની નોંધ લેવી જોઈએ. ખંડપીઠે કહ્યું કે રાજ્યના ઉચ્ચ અધિકારીઓએ પૂનાવાલા સાથે અંગત રીતે વાત કરવી જોઈએ અને ભારત પાછા ફરતાં તેમને સુરક્ષાની ખાતરી આપવી જોઈએ. તેઓ હાલમાં જ લંડન ચાલ્યા ગયા છે. કોર્ટ એડવોકેટ દત્તા માણે દ્વારા દાખલ અરજી પર સુનાવણી કરી રહી હતી.

આ અરજીમાં પૂનાવાલા માટે ઝેડ પ્લસ સુરક્ષાની વિનંતી છે. કેન્દ્ર સરકારે પૂનાના ઉદ્યોગપતિને વાય કેટેગરીની સુરક્ષા પૂરી પાડી છે. અરજદારે તેના વકીલ પ્રદીપ હવનૂર દ્વારા કોર્ટને જણાવ્યું હતું કે, અહેવાલો અનુસાર, રસીના વધુ પુરવઠા અંગે રાજકારણીઓ અને કેટલાક અન્ય લોકોના સતત દબાણને કારણે પૂનાવાલા ભયમાં જીવે છે. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે પૂનાવાલા આવી ધમકીઓના કારણે જ લંડન ચાલ્યા ગયા છે.મહારાષ્ટ્ર સરકારના વકીલ દીપક ઠાકરેએ મંગળવારે કોર્ટને જણાવ્યું હતું કે રાજ્યએ પૂનાવાલાને વાય- કક્ષાની સુરક્ષા પૂરી પાડી હતી, જે અંતર્ગત રાજ્ય પોલીસના સશસ્ત્ર જવાનો કેટલાક સીઆરપીએફ જવાનો સિવાય 24 કલાક ઉપલબ્ધ રહેશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય પરિસ્થિતિનો કયાસ લઈ રહ્યું છે અને દેશ પાછા ફરતાં તેમને ઝેડ + સુરક્ષા પૂરી પાડવાનું વિચારશે.આ તરફ ખંડપીઠે કહ્યું હતું કે રાજ્યએ આ અરજીને પોતાની વિરુદ્ધ દાવો તરીકે ન લેવી જોઈએ.ખંડપીઠે કહ્યું કે, પૂનાવાલા ઉત્તમ કામગીરી કરી રહ્યા છે. તેઓ ઉત્તમ સેવા કરી રહ્યા છે. કોર્ટે વધુમાં કહ્યું કે પૂનાવાલા હવે રસીનું ઉત્પાદન વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...