સેવ ધ ચિલ્ડ્રન, ઈન્ડિયા દ્વારા એક શોધ આધારિત અધ્યયનમાં શહેરી ઝૂંપડપટ્ટીઓની વસતિ પર કેન્દ્રિત છોકરીઓ પર પડેલા કોવિડ-19ના પ્રભાવ પર પ્રકાશ પાડ્યો છે. સ્પોટલાઈન ઓન એડોલસન્ટ ગર્લ્સ અમિડ કોવિડ-19 થીમ સાથે વર્લ્ડ ઓફ ઈન્ડિયાઝ ગર્લ્સ- વિંગ્સ 2022નો રિપોર્ટ આજે લોન્ચ કરવામાં આવ્યો.
આ રિપોર્ટમાં ભારતમાં પહેલી વાર મહામારીને લીધે લોકડાઉન દરમિયાન અને તે પછી છોકરીઓની સ્થિતિનો ખુલાસો કરાયો છે, જે તે પછી કોવિડ-19 વાઈરસની અલગ અલગ લહેરો અને તેના મ્યુટન્ટને કારણે વધુ બગડી છે.આ અધ્યયનમાં છોકરીઓની અસુરક્ષાના સંપૂર્ણ સંદર્ભમાં થનારાં પરિવર્તન પર કેન્દ્રિત સ્વાસ્થ્ય, શિક્ષણ અને રમત તથા મનોરંજનની તકોમાં આવેલા અવરોધોનો ખુલાસો કરવામાં આવ્યો છે.
દિલ્હી, મહારાષ્ટ્ર, બિહાર, તેલંગાણામાં આ અધ્યયન કરવામાં આવ્યું હતું, જેમાં મહામારીને કારણે છોકરાઓ કરતાં છોકરીઓ મૂળભૂત સ્વાસ્થ્ય અને શિક્ષણ સેવાઓથી વંચિત રહી હોવાનું તારણ નીકળ્યું છે.68 ટકા કિશોરીઓને સ્વાસ્થ્ય અને પોષણની સેવાઓ પ્રાપ્ત કરવામાં પડકારોનો સામનો કરવો પડ્યો હતો.
67 ટકા છોકરીઓ ઓનલાઈન ક્લાસીસમાં ઉપસ્થિત નહીં રહી. 56 ટકા છોકરીઓને લોકડાઉન દરમિયાન આઉટડોર રમત અથવા રિક્રિયેશન માટે સમય મળ્યો નહોતો.સર્વેમાં સામેલ થયેલી અડધાથી વધુ માતાઓએ સ્વીકાર કર્યો કે કોવિડ-19ને લીધે છોકરાઓની તુલનામાં છોકરીઓનાં લગ્ન વહેલાં કરી નાખવાની સંભાવના વધુ છે. બાલિકાઓ માટે મલ્ટી-સ્ટેક હોલ્ડર સહયોગ અને રોકાણ વધારવાનો પડકાર છે. આ સાથે રિપોર્ટમાં આ પરિસ્થિતિ સુધારવા માટે શું કરી શકાય તે વિશે પણ મહત્ત્વપૂર્ણ સૂચનો કરવામાં આવ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.