તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવી આફત:મહારાષ્ટ્રમા કોરોનામુક્તિ બાદ બ્લેક ફંગસનું જોખમ વધતાં પ્રશાસન ચિંતામાં

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ બીમારીમાં હમણાં સુધી 200 નાગરિકો લપેટમાં આવ્યા છે, જ્યારે આઠનાં મોત
  • આરોગ્ય વિભાગે આ રોગનો પણ મફત ઉપચાર કરવાની મહત્ત્વપૂર્ણ ઘોષણા કરી

મુંબઈ સહિત રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યા છેલ્લા થોડા દિવસમાં ઓછી થઈ રહી છે, પરંતુ કોરોનામુક્ત થયેલા લોકોમાં મ્યુકોરમાયકોસિસ અથવા બ્લેક ફંગસ નામે બીમારીનું જોખમ વધ્યું હોવાથી તબીબી વર્તુળમાં ચિંતાનું વાતાવરણ ફેલાયું છે. આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ હવે આ બીમારીનો ઈલાજ પણ મફતમાં કરવામાં આવશે એવી ઘોષણા કરી છે.

રાજ્યના તબીબી શિક્ષણ અને સંશોધન વિભાગે આપેલી માહિતી અનુસાર રાજ્યમાં બ્લેક ફંગસની બીમારીથી પીડાતા દર્દીઓની સંખ્યા બીજી લહેરમાં 200 સુધી પહોંચી છે, જ્યારે હમણાં સુધી આઠ જણનાં મૃત્યુ થયાં છે. રાજ્યના કોરોના ટાસ્ક ફોર્સના સભ્ય ડો. અવિનાશ સુપેએ જણાવ્યું કે આ બીમારીનું પ્રમાણ વધી રહ્યું છે. દર્દીઓ ઓક્સિજન પર હોય તેમની અંદર ઓક્સિજનની આર્દ્રતાને લીધે બ્લેક ફંગસ થવાની સંભાવના વધુ હોય છે. કોરોનામુક્ત ડાયાબીટીસ ગ્રસ્તોને આનું વધુ જોખમ છે.

આ બીમારી અગાઉથી અસ્તિત્વમાં છે, પરંતુ કોરોનાને લીધે નિર્માણ થયેલી ગૂંચને લીધે તેણે માથું ઊંચક્યું છે.સ્ટેરોઈડના વપરાશને લીધે લોહીમાં શર્કરાનું પ્રમાણ વધે છે. આને કારણે દવાઓને લીધે રોગ પ્રતિકારશક્તિ ઓછી થાય છે. આવી સ્થિતિમાં આ બીમારી લાગુ થાય છે. આ બીમારી મગજ સુધી પહોંચે તો દર્દીની સ્થિતિ ગંભીર થવાનું જોખમ હોય છે. પ્રથમ લહેરમાં પણ તેના દર્દીઓ હતા, પરંતુ તેમનું પ્રમાણ ઓછું હતું.

જોકે છેલ્લા બે અઠવાડિયાથી કેઈએમમાં આ બીમારીના દર્દી વધુ સંખ્યામાં આવવા લાગ્યા છે.રોજ આવા 2-3 દર્દી આવે છે. તેમાં ઘણા બધા મુંબઈ બહારના છે. તેમને ઉપચારનો ખર્ચ પરવડતો નથી, જેથી મહાપાલિકાની હોસ્પિટલમાં આવે છે. જોકે હોસ્પિટલમાં આવવા સુધી દર્દીઓની બીમારી ગંભીર થઈ ગયેલી હોય છે. કોરોનાની પહેલી લહેરમાં આ બીમારીના દર્દી હતા, પરંતુ સમયસર આ ચેપ કોરોનામુક્ત થયા પછી બે અઠવાડિયા બાદ દેખાતો હતો. જોકે હવે કોરોના પર ઉપચાર ચાલતો હોય ત્યારે પણ આ બીમારી લાગુ થતી હોવાનું દેખાયું છે.

આ બીમારી શું છે
દરમિયાન આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ જણાવ્યું હતું કે આ બીમારી જેને પણ થશે તેમની પર મહાત્મા ફુલે જનઆરોગ્ય યોજનામાંથી મફત ઉપચાર કરવામાં આવશે. કોરોનાના જે દર્દીમાં ડાયાબીટીસ છે અને તેમનું ડાયાબીટીસ નિયંત્રણમાં નથી તેમની અંદર આ બીમારીનાં લક્ષણો મળી આવ્યાં છે.

આ બીમારીમાં નાક નજીક, હોઠ નજીક કાળાશ ટપકું ઊપસી આવે છે. જો તેની પર ઝડપથી ઉપચાર નહીં કરાય તો શ્વસન, મગજ, આંખો પર વિપરીત અસર થાય છે. આથી વહેલું નિદાન જરૂરી છે, જે બાબતે જનજાગૃતિ કરાશે. તેની દવા મોંઘી હોવાથી ઉક્ત યોજનામાં 1000 હોસ્પિટલમાં તેનો મફત ઈલાજ કરાશે. આ બીમારી પર ઈન્જેકશન પણ વધુ ભાવે વેચવામાં આવી રહ્યા હોવાની ફરિયાદો આવી છે, જેની પર નિયંત્રણ લાવવા દર નિશ્ચિત કરાશે. આ બીમારીને નિયંત્રણમાં રાખવા કસરત, યોગ્ય આહાર અને ડોક્ટરની સલાહ અનુસાર ઉપચાર જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...