ર્નિણય:હિજરતી શ્રમિકોને સહાય કરવા મુંબઈમાં ઓફિસ શરૂ કરવા આદિત્યનાથના નિર્દેશ

મુંબઈ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુંબઈમાં રહેતા બધા ઉત્તર પ્રદેશના રહેવાસીઓ ઘણા લાંબા સમયથી નોકરી અથવા ધંધો કરે છે

મુંબઈમાં રહેતા ઉત્તર પ્રદેશના હિજરતી શ્રમિકોને સહાય કરવાના ભાગરૂપ યોગી આદિત્યનાથની આગેવાની હેઠળની યુપી સરકારે મુંબઈમાં યુપી સરકારની ઓફિસ શરૂ કરવાનું નક્કી કર્યું છે. યુપીના મુંબઈગરાને તેમના રાજ્યમાં રોકાણ કરવા મદદ કરવી, તેમનાં હિતોનું રક્ષણ કરવું અને તેમની સામાજિક સલામતીની ખાતરી રાખવાનો આ પાછળનો મુખ્ય હેતુ છે.

યુપી સરકારનું નિવેદન કહે છે, મુંબઈમાં રહેતા બધા યુપીના રહેવાસીઓ લાંબા સમયથી નોકરી અથવા ધંધો કરે છે. યુપી સરકારના ક્રિયાત્મક વિચાર મુંબઈમાં વસવાટ કરતા હજારો યુપીના રહેવાસીઓનાં હિતોનું રક્ષણ કરવ સાથે તેઓ તેમના વતનના રાજ્યમાં રોકાણ કરી શકશે, તેની પ્રગતિમાં યોગદાન આપી શકસે.

મુંબઈમાં હિજરતીઓને પર્યટન, સંસ્કૃતિ અને અન્ય ઉદ્યોગોમાં રોકાણ માટે તકો વિશે પ્રસ્તાવિત ઓફિસદ્વારા માહિતી અપાશે અને રાજ્યમાં ધંધો સ્થાપિત કરવામાં તેમને મદદ પણ કરવામાં આવશે. અન્ય શ્રમિકોને જો કટોકટીમાં હોય અથવા કામ કે નોકરી જોઈતી હોય તો તેમના અનુભવ અને ક્ષમતાઓને આધારે યુપીમાં આવીને કામધંધો શોધી શકશે. અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોનાં હિતોનું પણ રક્ષણ કરાશે અને નવી તકો વિશે તેમને માહિતગાર કરાશે, એમ સરકારી નિવેદન જણાવે છે.

મુંબઈમાં 50 લાખથી વધુ ઉત્તર ભારતીય
1.84 કરોડની મુંબઈની વસતિમાં 50થી 60 લાખ સાથે ઉત્તર ભારતીયો છે. મુંબઈના ઉદ્યોગ, સેવા ક્ષેત્ર, રિટેઈલ કોમર્સ, પરિવહન અને ખાદ્ય વેપારમાં નોંધપાત્ર યોગદાન છે. તેઓ વિવિધ રીતે મુંબઈના રહેવાસીઓના જીવનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઉદ્યોગ અને સ્ટાર્ટઅપ્સમાં પણ યુપીવાસીઓએ મુંબઈમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.

મહામારીમાં હિજરત
યુપીના સેંકડો લોકો અસંગઠિત ક્ષેત્રમાં પણ કામ કરે છે. જોકે કોવિડ મહામારી પ્રેરિત લોકડાઉનને લીધે છેલ્લાં બે વર્ષમાં મોટી સંખ્યામાં હિજરતીઓ વતનભેગા થઈ ગયા છે. આને કારણે બાંધકામ સહિતના ઉદ્યોગો પર માઠી અસર પડી હતી. જોકે ઘણા હિજરતીઓ લોકડાઉન ખૂલી ગયા પછી પાછા આવતાં સ્થિતિ સુધરી છે.

અન્ય સમાચારો પણ છે...