તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કાર્યવાહી:દિશા કેસમાં આદિત્ય ઠાકરેનું નામ સંડોવનાર વકીલની ધરપકડ કરાઈ

મુંબઈ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિલ્હીના વકીલે રાજ્યના ગૃહમંત્રી અને અમુક કલાકારો વિશે પણ ઘસાતી પોસ્ટ કરી હતી

સુશાંતસિંહ રાજપૂત અને દિશા સાલિયનના મૃત્યુના કેસમાં રાજ્યના પર્યટન મંત્રી આદિત્ય ઠાકરે, રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખ અને અમુક કલાકારોનો સંબંધ જોડતા વક્તવ્યનો વિડિયો યુટ્યુબ પર પોસ્ટ કરનારા દિલ્હીના વકીલ વિભોર આનંદની મુંબઈ પોલીસની સાઈબર ક્રાઈમ સેલે દિલ્હી જઈને ધરપકડ કરી છે.વિવાદગ્રસ્ત પોસ્ટ, વિડિયો સોશિયલ મિડિયા પર પોસ્ટ કરવાનો તેનો આરોપ છે. તેનું ટ્વિટર અકાઉન્ટ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. આનંદે દિશા સાલિયાનની હત્યા પાછળ તેની પર સામૂહિક દુષ્કર્મ થયું હતું એવું કારણ આપ્યું હતું. તેમાં અનેક કલાકારો અને એક નેતાનું નામ લીધું હતું. 9 જૂને દિશાએ મલાડમાં તેના પ્રેમીની ઈમારતમાંથી ભૂસકો મારીને આત્મહત્યા કરી હતી, જે પછી 14 જૂને સુશાંતે બાંદરામાં તેના ઘરમાં ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. આ બંને પ્રકરણ બહુ ગાજ્યાં હતાં.

આનંદ (31) કોર્ટે તાકીદ આપવા છતાં સતત સોશિયલ મિડિયા પર ખોટી અને આડેધડ પોસ્ટ કરતો હતો. આથી તેની દિલ્હીમાં ઘરેથી ધરપકડ કરાઈ હતી. તેને ગુરુવારે રાત્રે મુંબઈમાં લાવવામાં આવ્યો હતો. સ્થાનિક કોર્ટમાં હાજર કરાતાં 19 ઓક્ટોબર સુધી રિમાંડ પર રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. દરમિયાન આનંદે પોલીસે રાજકારણથી પ્રેરિત થઈને પોતાની સામે ગુનો દાખલ કર્યો હોવાનો આરોપ કર્યો છે. તેના વકીલે કોર્ટને જણાવ્યું કે મારા અસીલે ફક્ત તેના વિચાર વ્યક્ત કર્યા હતા. મુંબઈની સિવિલ કોર્ટે વિવાદાસ્પદ પોસ્ટ હટાવવાનો આદેશ આપ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો