મુંબઈની નદીઓ અને નાળાઓની સફાઈ અંગે મહાપાલિકા દ્વારા આપવામાં આવેલા ડેટા ખોટા છે, એવો આરોપ આમ આદમી પાર્ટીએ કર્યો હતો. આને કારણે રાજ્યના મંત્રી આદિત્ય ઠાકરેએ પોતે સ્વચ્છતાની સ્થિતિ જાણવા માટે કહેવાતી મુલાકાત લીધી હતી તે માત્ર ફોટોગ્રાફ લેવાની તકમાં ફેરવાઈ ગઈ હતી.
આ ‘ફોટો ઈવેન્ટ’માં તેમને પ્રી- મોન્સૂન સફાઈની દેખરેખ કરતા બતાવવામાં આવ્યા છે. આ દરમિયાન તેમણે દાવો કર્યો કે તેઓ છેલ્લા એક દાયકાથી સફાઈ પ્રક્રિયા પર નજર રાખી રહ્યા છે. સવાલ એ થાય છે કે જો તેઓ છેલ્લા એક દાયકાથી આવું કરી રહ્યા છે તો દર વર્ષે મુંબઈ કેમ ડૂબી જાય છે? શા માટે મુંબઈના અનેક વિસ્તારો વારંવાર પાણીમાં ડૂબી જાય છે અને લોકોને જાનમાલનું નુકસાન સહન કરવું પડે છે? એવો પ્રશ્ન આપે કર્યો હતો.
સત્ય એ છે કે મહાપાલિકા પ્લાસ્ટિક પ્રતિબંધનો અમલ કરવામાં, મહાપાલિકાની સીમામાંથી તબેલાઓ હટાવવામાં, નદીઓ અને નાળાઓમાં કાટમાળ ફેંકવાનું રોકવામાં, વરસાદી પાણીના ગંદા પાણીને ગટર વ્યવસ્થાથી અલગ કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે, તેમની પાર્ટી શિવસેના અને તેઓ પોતે આ માટે સંપૂર્ણપણે જવાબદાર છે, એવો આરોપ આપનાં મુંબઈ અધ્યક્ષ પ્રીતિ શર્મા મેનને કર્યો હતો.
“આદિત્ય ઠાકરેના પીઆર સ્ટંટે એક વાત સાબિત કરી દીધી છે કે છેલ્લા એક દાયકાથી મુંબઈમાં દર વર્ષે આવતાં પૂર માટે ઠાકરે અને શિવસેના સૌથી મોટા જવાબદાર છે. ચોમાસા દરમિયાન પૂરથી બચાવવામાં સંપૂર્ણપણે અસમર્થ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.