કોર્ટમાં માગણી:મુંબઈ મહાપાલિકાના વધારેલા વોર્ડ સુપ્રીમ કોર્ટના ચુકાદા પ્રમાણે

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિરોધની અરજી કરનારાને આર્થિક દંડ કરવાની રાજ્ય સરકારની કોર્ટમાં માગણી

મુંબઈ શહેરની વધતી લોકસંખ્યા જોતા મુંબઈ મહાપાલિકાની વોર્ડ રચના અને મહાપાલિકાના અત્યારના 227 નગરસેવકોની સંખ્યા વધારીને 236 કરવાનો નિર્ણય રાજ્ય મંત્રીમંડળે લીધો છે. તેમ જ આ નિર્ણય રાજ્ય સરકારે રાજકીય દષ્ટિથી પ્રેરિત થઈ અથવા મનમાની રીતે લીધો નથી. આ સંદર્ભનો અધ્યાદેશ સુપ્રીમ કોર્ટના 1985ના ચુકાદા પર આધારિત છે. તેથી એને કાયદાનો ટેકો છે અને એમાં હસ્તક્ષેપ કરવાનો હાઈ કોર્ટને અધિકાર નથી એવી દલીલ રાજ્ય સરકાર તરફથી સોલીસિટર જનરલ આશુતોષ કુંભકોણીએ મુંબઈ હાઈ કોર્ટમાં કર્યો હતો. આ અરજી કરનારા અરજદારને મોટો આર્થિક દંડ કરીને અરજી ફગાવી દેવાની માગણી કરી હતી.

શિવસેનાના સત્તાવાળી મુંબઈ મહાપાલિકાની મુદત ફેબ્રુઆરી 2022માં પૂરી થાય છે. એમાં રાજ્યના બીજી મહાપાલિકા અને નગરપાલિકાઓમાં સભ્યોની સંખ્યા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યા બાદ મુંબઈ મહાપાલિકાની અત્યારની નગરસેવક સંખ્યા 227થી વધારીને 236 કરવાનો નિર્ણય પણ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવામાં આવ્યો હતો. એનો ભાજપ નગરસેવક અભિજિત સામંત અને નગરસેવિકા રાજશ્રી શિરવાડકરે વિરોધ કરીને રીટ અરજી દાખલ કરી છે. એના પર જજ અમજદ સૈયદ અને જજ અભય આહુજાની ખંડપીઠ સમક્ષ સુનાવણી ચાલુ છે.

આ પહેલાં 2011ની વસતિ ગણતરી અનુસાર વોર્ડ સંખ્યા વધારવામાં આવી છે. 2011માં 221 થી વધારીને 227 કરવામાં આવી છે. એ સમયે મુંબઈની લોકસંખ્યામાં 4 લાખનો વધારો નોંધવામાં આવ્યો હતો. એ પછી 2017ની ચૂંટણીમાં વસતિ ગણતરી અને અનુસૂચિત જાતીના વોર્ડની વસતિ અનુસાર વોર્ડની પુનર્રચના કરવામાં આવી હતી. કોરોનાની પાર્શ્વભૂમિ પર નવી વસતિ ગણતરી થઈ નથી ત્યારે એ જ પ્રમાણે સંખ્યા વધારી શકાય નહીં એવો દાવો અરજદારોએ કર્યો છે. તેમ જ મુંબઈની લોકસંખ્યા કોરોનાના સમયમાં ઓછી થઈ હશે. એ વધી જ છે એવો અંદાજ બાંધવો અને એ અનુસાર વોર્ડની સંખ્યા વધારવી યોગ્ય નહીં રહે એવો દાવો અરજદારે કર્યો છે.

શું છે અરજી?
મુંબઈ મહાપાલિકાની અત્યારની નગરસેવક સંખ્યા 227 વધારીને 236 જેટલી કરવાનો નિર્ણય રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં તાજેતરમાં લેવામાં આવ્યો છે. આ નિર્ણયનો ભાજપ નગરસેવક અભિજિત સામંત અને નગરસેવિકા રાજશ્રી શિરવાડકરે વિરોધ કર્યો છે. શિવસેનાની સત્તાવાળી મુંબઈ મહાપાલિકાની મુદત આગામી ફેબ્રુઆરીમાં પૂરી થાય છે. મુંબઈની લોકસંખ્યામાં થયેલ વધારો અને વધતા નાગરિકીકરણને ધ્યાનમાં લઈને મુંબઈમાં નગરસેવકોની સંખ્યા વધારવાની ભૂમિકા મંત્રીમંડળે લીધી છે. મુંબઈ મહાપાલિકા ક્ષેત્રમાં 3.87 ટકા લોકસંખ્યામાં વધારો 2001 થી 2011ના સમયગાળામાં થયો હતો. એના આધારે 2021 સુધીની લોકસંખ્યામાં વધારો ધારીને વોર્ડની સંખ્યા વધારવામાં આવી છે. એનો વિરોધ કરતા ભાજપ નગરસેવકોએ રીટ અરજી દાખલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...