રાઉતનું નિવેદન:કાફલામાં 12 કરોડની કાર ઉમેરાતાં મોદી પોતાને ફકીર ન કહે : રાઉત

મુંબઈ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જવાહરલાલ નેહરુ હંમેશાં ભારતીય કાર ઉપયોગ કરતા હતા

કાફલામાં રૂ. 12 કરોડની કાર ઉમેરાતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હવે પોતાને ફકીર નહીં કહેવું જોઈએ, એમ શિવસેનાના સાંસદ સંજય રાઉતે રવિવારે નિશાન સાધતાં જણાવ્યું હતું. માજી વડા પ્રધાન જવાહરલાલ નેહરુ હંમેશાં ભારતીય બનાવટની કાર ઉપયોગ કરતા હતા એ સ્વ. વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીએ જાનને જોખમ હોવા છતાં સિક્યુરિટી ગાર્ડસને રાખ્યા નહોતા, એમ કહીને તેમના વખાણ કર્યાં હતાં.

28 ડિસેમ્બરે મોદી માટે રૂ. 12 કરોડની કાર લેવાઈ હોવાની તસવીરો મિડિયામાં ચમકી હતી. પોતેના ફકીર, પ્રધાન સેવક કહે છે તે વિદેશી બનાવટની કાર ઉપયોગ કરે છે. વડા પ્રધાનની સલામતી અને આરામ મહત્ત્વપૂર્ણ હોય છે, પરંતુ હવે પછી પ્રધાન સેવકે પોતાને ફકીર નહીં કહેવડાવવા જોઈએ, એમ રાઉતે જણાવ્યું હતું.

સ્પેશિયલ પ્રોટેકશન ગ્રુપ દ્વારા વડા પ્રધાનના કાફલામાં તાજેતરમાં મર્સિડીઝ- મેબેક એસ 650 ગાર્ડનો ઉમેરો કરાયો હતો. મિડિયામાં તેની કિંમત રૂ.12 કરોડ આંકવામાં આવી છે. જોકે સરકારી સૂત્રો અનુસાર વડા પ્રધાન બીએમડબ્લ્યુ ઉપયોગ કરતા હતા, પરંતુ જર્મન કાર ઉત્પાદકો વાહનનું ઉત્પાદન રોક્યું હોવાથી તેની બદલીમાં નવી કાર લેવાઈ છે.

એસપીજી સલામતીના ધોરણ અનુસાર દર છ વર્ષે વાહનો બદલી કરવાનાં રહે છે. મોદીએ કારના ઉપયોગ માટે કોઈ અગ્રતા આપી નહોતી. આ કાર મિડિયામાં આંકેલા ભાવ કરતાં એક તૃતીયાંશ કિંમતની છે. રાઉતે રવિવારે જણાવ્યું કે મોદીએ સ્વદેશી પહેલો, જેમ કે, મેક ઈન ઈન્ડિયા અને સ્ટાર્ટઅપ ઈન્ડિયા શરૂ કરી હતી અને હવે વિદેશી કાર ઉપયોગ કરે છે. દેશના પ્રથમ વડા પ્રધાન નેહરુ ભાગલા પછી સલામતીનો ખતરો હોવા છતાં ભારતીય બનાવટની કારનો જ ઉપયોગ કરતા હતા.

અન્ય સમાચારો પણ છે...