તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આરોપ:ગેરકાયદે રસીકરણ મુદ્દે હવે અભિનેત્રી સૌમ્યા ટંડનનું નામ

મુંબઇ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અભિનેત્રીએ રસી મૂકાવી હોવાનું નકારી કાઢ્યું

ટીવી સીરિયલ ભાભીજી ઘર પે હૈ ફેમ અનીતા ભાભી એટલે કે અભિનેત્રી સૌમ્યા ટંડન મુશ્કેલીમાં સપડાઈ છે. ફ્રંટલાઈન વર્કર્સ હોવાનું જણાવીને થાણેની એક હોસ્પિટલમાં કોરોના રસીકરણ કરાવ્યાનો આરોપ એના પર કરવામાં આવી રહ્યો છે.

એક ઓળખપત્ર પ્રકાશમાં આવ્યું છે. એમાં સૌમ્યા ટંડનનો ફોટો છે. આ ઓળખપત્રમાં સૌમ્યા એક ફ્રંટલાઈન વર્કર હોવાનું નોંધવામાં આવ્યું છે. સૌમ્યા પર થાણે પર્કિંગ પ્લાઝા કોવિડ હોસ્પિટલમાં ફ્રંટલાઈન વર્કર તરીકે રસીકરણ કરાવ્યાનો આરોપ મૂકવામાં આવી રહ્યો છે. આ સમાચારની નોંધ લઈને થાણે મહાપાલિકાએ જણાવ્યું કે આ સંપૂર્ણ પ્રકરણની તપાસ કરવામાં આવશે અને સત્યને બધાની સમક્ષ રજૂ કરવામાં આવશે. બીજી તરફ સૌમ્યા ટંડને આ બાબતને રદિયો આપતા આવું કંઈ થયું હોવાનું નકાર્યું હતું. આ બધી માહિતી ખોટી છે. મેં થાણેમાં એ ઠેકાણે રસી મૂકાવી નથી એમ એણે સ્પષ્ટ કર્યું હતું.

થોડા દિવસ પહેલાં જ અભિનેત્રી મીરા ચોપરાએ ફ્રંટલાઈન વર્કરનું ઓળખપત્ર લઈને રસી મૂકાવી હોવાનો આરોપ કરવામાં આવ્યો હતો. આ પ્રકરણ જાહેર થયા પછી અભિનેત્રીએ આ સમાચાર ખોટા હોવાનું સોશિયલ મીડિયામાં જણાવ્યું હતું.

21 જણે બનાવટી ઓળખપત્ર બનાવ્યા
દરમિયાન થાણેના પાર્કિંગ પ્લાઝા કોવિડ સેંટરમાં 21 જણે બનાવટી ઓળખપત્ર બનાવ્યા હતા. એમાંથી કેટલા જણે રસી મૂકાવી હતી એની યાદી છે. આ યાદીમાં 17 નામ છે. સુપરવાઈઝર અને એડમિન બનીને આ લોકોએ બનાવટી ઓળખપત્ર બનાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...