અભિનેત્રીની મુશ્કેલી વધશે:શરદ પવાર વિરુદ્ધ વાંધાજનક ભાષામાં ટીકા કરનારી અભિનેત્રીની અટક કરાઈ

મુંબઈ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલા પંચ પાસે પણ મોટે પાયે ફરિયાદો થતાં અભિનેત્રીની મુશ્કેલી વધશે

રાષ્ટ્રવાદી કોંગ્રેસના પ્રમુખ શરદ પવાર વિરુદ્ધ વાંધાજનક ભાષામાં ટિપ્પણી કરનારી અભિનેત્રી કેતકી ચિતળે વિરુદ્ધ રાષ્ટ્રવાદીના કાર્યકરોએ ફરિયાદોનો સપાટો બોલાવ્યો છે. થાણે અને પુણેમાં ગુનો દાખલ કરાયો છે. રાજ્ય મહિલા પંચ પાસે પણ અનેક ફરિયાદી આવવા લાગી છે. આથી ચિતળે વિરુદ્ધ કાર્યવાહી કરવા દબાણ આવી રહ્યું છે. દરમિયાન આ મામલે વિવાદ વધ્યા પછી પોલીસે નવી મુંબઈથી કેતકીની શનિવારે અટક કરી હતી.

દરમિયાન રાષ્ટ્રવાદીની એક મહિલા પદાધિકારીએ તો કેતકીને અમે માર મારીને પાઠ ભણાવીશું એમ જણાવ્યું છે. બીજી બાજુ મનસે પ્રમુખ રાજ ઠાકરેએ પણ આવી હલકી ભાષાનો ઉપયોગ કરવા માટે કેતકીની આકરી ટીકા કરી છે અને કાર્યવાહી કરવાની માગણી કરી છે.

રાજ્યના ગૃહમંત્રી દિલીપ વલસે- પાટીલે જણાવ્યું કે કેતકી વિરુદ્ધ કાર્યવાહી કરીશું જ. તેણે આ બધું નક્કી કરીને અને જાણીબૂજીને કર્યું છે. આતી તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. તેની સામે કલવા પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.મરાઠી અભિનેત્રી કેતકી ચિતળેએ ફેસબુક એકાઉન્ટ પર રાષ્ટ્રવાદી કોંગ્રેસ અધ્યક્ષ શરદ પવાર વિરુદ્ધ વાંધાજનક પોસ્ટ શેર કરી હતી. ખરેખર તો એક વકીલને પોસ્ટ તેણે પોતાના ફેસબુક વોલ પર પેસ્ટ કરીને પવારની વૃદ્ધાવસ્થા પરથી ખૂબ જ વાંધાજનક ભાષામાં ટીકા કરી હતી. આ પોસ્ટ પછી એ ટ્રોલ થઈ હતી. એની ટીકા કરવામાં આવી રહી છે.

કેતકી વિરુદ્ધ કલવા પોલીસ સ્ટેશનમાં કલમ 500, 505(2), 501 અને 153 અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રવાદીના પદાધિકારી સ્વપ્નિલ નેટકેએ ફરિયાદ દાખલ કરી હતી. ભાજપની ટીકા બાદ પોસ્ટ શેર કરી : શરદ પવારને ઉદ્દેશીને આ બદનામીકારક, માનહાનિ કરતી પોસ્ટ કેતકીએ કરી હોવાની ફરિયાદ તેમણે નોંધાવી હતી. તાજેતરમાં શરદ પવારે જવાહર રાઠોડની કવિતા રજૂ કરી હતી. એ પછી એના પરથી ભાજપ દ્વારા ટીકા કરવામાં આવી હતી. આ કવિતાના પગલે કેતકીએ ફેસબુક પર પોસ્ટ શેર કરી હતી. છેલ્લાં થોડાં વર્ષથી કેતકીને અપસ્માર નામની બીમારી છે. આ બીમારી માટે કેતકી જુદી જુદી મેડિકલ સારવાર લઈ રહી છે. આ સંદર્ભના ફોટો અને વિડિયો પણ એ સોશિયલ મિડિયામાં શેર કરતી રહે છે.

રાષ્ટ્રવાદીમાં તીવ્ર નારાજી
કેતકી સોશિયલ મિડિયા પર ઘણી એકટિવ રહે છે. સોશિયલ મિડિયામાં ઘણી વખત એ બિન્ધાસ્ત વક્તવ્ય કરતી હોવાથી ટ્રોલ થાય છે અને મુશ્કેલીમાં મુકાય છે. હાલમાં તેણે શરદ પવાર વિરુદ્ધ એક વાંધાજનક પોસ્ટ ફેસબુક પર શેર કરી હતી. કેતકી ચિતળેએ આ પોસ્ટ કરી હોવાથી પક્ષના નેતાઓ, કાર્યકર્તાઓ અને લોકોમાં તીવ્ર નારાજગી છે. એના લીધે કાયદો અને સુવ્યવસ્થાનો પ્રશ્ન ઊભો થઈ શકે છે. કેતકીએ આ પોસ્ટ કરીને બે રાજકીય પક્ષ વચ્ચે દ્વેષની ભાવના, તંગદિલી નિર્માણ કરવાનું કામ કર્યું છે એમ નેટકેએ કરેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...