ધરપકડ:અભિનેત્રીની કેતકી ચિતળેની એટ્રોસિટી એક્ટમાં ધરપકડ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પવાર વિરુદ્ધ અને ગયા વર્ષે નવબૌદ્ધો પર વાંધાજનક પોસ્ટ સોશ્યલ મિડીયામાં મૂકી હતી

રાષ્ટ્રવાદી કોંગ્રેસના પ્રમુખ શરદ પવાર પર વાંધાજનક ફેસબુક પોસ્ટ લખવા પ્રકરણે ન્યાયિક કસ્ટડી બાદ હવે મરાઠી ફિલ્મ અને ટીવી અભિનેત્રી કેતકી ચિતળેને એટ્રોસિટીના કેસમાં પાંચ દિવસની પોલીસ કસ્ટડી મળી છે. થાણે સેશન્સ કોર્ટે તેને 24 મે સુધી પોલીસ કસ્ટડી આપી છે. 25 મેએ કોર્ટે કેતકીને ફરી કોર્ટમાં હાજર કરવા આદેશ અપાયો છે.

કેતકી ફેસબુક પોસ્ટ દ્વારા તેના મત વ્યક્ત કરતી હોય છે. જોકે સમાજ પ્રબોધનને બદલે તે વિવાદાસ્પદ વિધાન કરવા પર વધુ ભાર આપે છે. કેતકીએ 1 માર્ચ, 2020ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરી હતી. તેમાં તેણે અનેક ધર્મનો ઉલ્લેખ કર્યો હતો. તેમાં તેણે નવબૌદ્ધો પર મત રજૂ કર્યો હતો. તેને લીધે તેની સામે એટ્રોસિટીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

કેતકીએ પોસ્ટમાં લખ્યું હતું કે નવબૌદ્ધો 6 ડિસેમ્બરે ફોગટમાં મુંબઈ દર્શન માટે આવે છે તે ધર્મ વિકાસ માટેનો હક અને અમે ફક્ત હિંદુ શબ્દ ઉચ્ચારીએ એટલે ઘોર પાપી, કટ્ટરવાદી? જોકે અર્થાત આમાં ભૂલ કોઈની બીજાની નથી, ભૂલ આપણી જ છે. આપે પોતાના જ ઝઘડામાં એટલા બિઝી રહીએ છીએ કે આપણને અમારી અંદર ફૂટ પાડનારા નેતા ગમે છે અને આપણે તેમને ફૂટ પાડવા દઈએ છીએ અથવા આપણા ધર્મને આપણે ભૂલી જઈએ છીએ. નવબૌદ્ધો સંબંધના આ વક્તવ્ય પરથી પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ એટ્રોસિટીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

થાણે ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-1 દ્વારા કેતકીને પોલીસ કસ્ટડીમાં લઈને આકરી પૂછપરછ કરવામાં આવી રહી છે. તેના ઘરમાંથી તેનું લેપટોપ અને અન્ય અમુક વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. કેતકીનો મોબાઈલ પણ પોલીસના કબજામાં છે. સાઈબર સેલે તેની તપાસ કરીને અહેવાલ ક્રાઈમ બ્રાન્ચને સોંપ્યો છે. જોકે આ અહેવાલની વિગતો હજુ સામે આવી નથી.

અન્ય સમાચારો પણ છે...