પૂછપરછ:ડ્રગ્સ પાર્ટી કેસમાં અભિનેત્રી અનન્યા પાંડેની પૂછપરછ કરાઈ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • NCB દ્વારા ફોન, લેપટોપ સહિત અન્ય સામગ્રીઓ જપ્ત કરવામાં આવ્યાં

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)ની ટીમ આર્યન ખાનની મિત્ર અનન્યા પાંડેના ઘરે સમન્સ બજાવવા ગુરુવારે પહોંચી હતી. અનન્યાને ત્યાર પછી ડ્રગ્સ પાર્ટી કેસમાં ગુરુવારે બપોરે બે વાગ્યે પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી.

અનન્યા તેના પિતા અભિનેતા ચંકી સાથે એનસીબીની ઓફિસમાં બપોરે પહોંચી હતી, જયાં એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે દ્વારા મહિલા અધિકારીઓની હાજરીમાં અનન્યાની પૂછપરછ કરી હતી. ઉપરાંત આ કેસમાં કેટલાક વધુ શકમંદોને નોટિસ આપવામાં આવી છે.એનસીબીએ અનન્યાનો ફોન, લેપટોપ સહિત અન્ય સામગ્રી જપ્ત કર્યા છે. અધિકારીએ સ્પષ્ટ કર્યું કે અનન્યાને સમન્સ બજાવ્યા એટલે તે શકમંદ છે એવો અર્થ થતો નથી. આ તપાસનો હિસ્સો છે. દરમિયાન અનન્યાનું નામ સામે આવતાં અનેક સવાલો ઉપસ્થિત થયા છે.

માનવામાં આવે છે કે આર્યનની વ્હોટ્સએપ ચેટમાં અનન્યાનું નામ હતું. આ પહેલાં એવી ચર્ચા હતી કે એક જાણીતા બોલીવૂડના પરિવારની દીકરી સાથે આર્યને ચેટ કરી હતી. પરિવારની આ દીકરી બોલીવૂડમાં ડેબ્યુ કરવાની છે. આ મામલે હજુ અનેક શકમંદો પર નજર છે.

અનન્યાની આજે પણ પૂછપરછ થશે
દરમિયાન એનસીબીએ અનન્યા પાંડેને શુક્રવારે સવારે 11 વાગ્યે બીજા રાઉન્ડની વધુ પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે. ગુરુવારે અનન્યાની પૂછપરછ બાદ એનસીબીની ઓફિસમાંથી તે સાંજે બહાર નીકળી હતી. દરમિયાન મન્નતમાં એનસીબીના અધિકારીને શાહરુખ પોતે મળ્યો હતો. સૂત્રો મુજબ, શાહરુખ એનસીબીના અધિકારીને કહ્યું કે તેઓ સારું કામ કરી રહ્યા છે પરંતુ આશા છે કે મારો પુત્ર જલદીથી જેલમાંથી બહાર આવશે.

અન્ય સમાચારો પણ છે...