તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

CBIની સ્પષ્ટતા:અભિનેતા સુશાંતસિંહ રાજપૂત મૃત્યુ પ્રકરણની તપાસ હજુ ચાલુ છે

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસ અને રાષ્ટ્રવાદીએ પ્રશ્ન ઉઠાવતાં સીબીઆઈએ સ્પષ્ટતા કરી, ડ્રગ્સ પ્રકરણની પણ ચકાસણી

બોલીવૂડનો આશાસ્પદ યુવા અભિનેતા સુશાંતસિંહ રાજપૂત (34) 14 જૂન, 2020ના રોજ બાંદરાના માઉન્ટ બ્લાન્ક એપાર્ટમેન્ટના ડુપ્લેક્સમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો, જેના પરથી પછી ભારે રાજકીય વિવાદ સર્જાયો હતો. આ ઘટનાને એક વર્ષ પૂરું થયું તે નિમિત્ત સાધીને કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી દ્વારા સીબીઆઈ હજુ સૂત્રધાર કોણ છે તેનો જવાબ કેમ આપતી નથી એવો પ્રશ્ન કર્યો હતો. આ સામે સીબીઆઈએ આ મામલાની હજુ તપાસ ચાલુ છે એવો જવાબ આપ્યો છે.

આજે 14 જૂને સુશાંતની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે સીબીઆઈએ આ પ્રકરણ બંધ કર્યું નથી એવી સ્પષ્ટતા કરી છે. આ પ્રકરણની તપાસ હજુ ચાલુ છે. આ પ્રકરણ બંધ કરવામાં આવ્યું છે એવું કહેવાનું ખોટું ઠરશે. તપાસ હજુ ચાલુ છે અને અમે દરેક એન્ગલથી તપાસ કરી રહ્યા છીએ, એમ સીબીઆઈએ ઉત્તર આપ્યો છે.

દરમિયાન સુશાંતસિંહના મૃત્યુની તપાસ દરમિયાન બહાર આવેલા ડ્રગ્સ સેવન અને હેરાફેરીના મામલામાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) દ્વારા હજુ પણ તપાસ ચાલી રહી છે. અનેક તસ્કરની ધરપકડ કરવામાં આવી છે. સુશાંતની ફ્રેન્ડ અભિનેત્રી રિયા ચક્રવર્તી અને તેનો ભાઈ શૌવિકની પણ ધરપકડ કરવામાં આવી હતી. રિયા લગભગ 1 મહિનો જેલમાં હતી. આ પછી તેને જામીન મળ્યા હતા. હાલમાં જ એનસીબીએ સુશાંતના રૂમમેટ સિદ્ધાર્થ પિઠાનીની ધરપકડ કરી છે, જે એનસીબીની કસ્ટડીમાં છે. સિદ્ધાર્થની ધરપકડ પછી સુશાંતના બે નોકરની પણ એનસીબીએ પૂછપરછ કરી હતી.

રિયાનું નવું વક્તવ્ય ચર્ચામાં
રિયાએ હાલમાં જ એનસીબી પાસે પોતાનું નિવેદન નોંધાવ્યું હતું, જે ચર્ચાને ચકડોળે ચઢ્યું હતું. આ નિવેદનમાં રિયાએ એવો દાવો કર્યો હતો કે તે સુશાંતને મળી તે પૂર્વેથી જ એ ડ્રગ્સ સેવન કરતો હતો. સુશાંતના કુટુંબીઓને પણ તેનીજાણ હતી. સુશાંતની બહેને તેને ડ્રગ ધરાવતી અમુક દવાઓ ખાવા માટે કહ્યું હતું એવો આરોપ પણ રિયાએ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...