તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના:કેસ વધતાં અભિનેતા સુનીલ શેટ્ટીની સોસાયટી સીલ કરાઈ

મુંબઈ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શેટ્ટી અને તેનો પરિવાર મુંબઈમાં હેમખેમ છે

મુંબઈના અલ્ટામાઉન્ટ રોડ પર સ્થિત પૃથ્વી અપાર્ટમેન્ટ્સને સીલ કરી દેવામાં આવ્યું છે. બોલીવૂડ એક્ટર સુનીલ શેટ્ટીનું ઘર આ જ ઈમારતમાં છે. ઈમારતને સીલ કરવાનું કારણ કોરોનાના વધતા જતા કેસ છે. નિયમ પ્રમાણે, કોઈ પણ ઈમારતમાં કોરોનાના પાંચ કેસ આવે તો એ ઈમારતને સીલ કરી દેવામાં આવે છે. જોકે સુનીલ શેટ્ટી તથા તેનો પરિવાર હાલ મુંબઈની બહાર છે.

આ ઈમારત 30 માળની તથા 120 ફ્લેટ્સ છે. મુંબઈના ડી વોર્ડના આસિસ્ટન્ટ કમિશનર પ્રશાંત ગાયકવાડે આ વાતની પુષ્ટિ કરી હતી. મુંબઈના ડી વોર્ડમાં આ સમયે કોરાનાને કારણે 10 જગ્યા સીલ કરવામાં આવી છે, જેમાં મલાબાર હિલ્સ તથા પેડર રોડ પણ સામેલ છે. સુનીલ શેટ્ટીના પ્રવક્તાએ કહ્યું હતું કે એક્ટર તથા તેનો પરિવાર હાલ મુંબઈ બહાર છે. આ બિલ્ડિંગમાં 25થી વધુ પરિવાર રહે છે. જેને પણ કોરોના થયો હતો, તેમને સીધા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે.

નોંધનીય છે કે હાલમાં જ ક્રિકેટર કે એલ રાહુલે સોશિયલ મિડિયામાં અહાન શેટ્ટી સાથેની એક તસવીર શેર કરી હતી. બંને લંડનની ગલીઓમાં ફરતા હતા. અથિયા શેટ્ટી પણ છેલ્લા ઘણા સમયથી લંડનમાં છે. બીએમસીએ બિલ્ડિંગના કેટલાક ફ્લોર્સ સીલ કરી દીધા છે.

અન્ય સમાચારો પણ છે...