તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:ફિલ્મનાં પોતાના નકલી પોસ્ટર ફેરવવા માટે અભિનેતા સુનીલ શેટ્ટીની ફરિયાદ

મુંબઈ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પ્રોડકશન કંપનીએ પરવાનગી વિના ફોટોનો ઉપયોગ કર્યો એવો આક્ષેપ

એક પ્રોડક્શન કંપની પોતાને ચમકાવતું ફિલ્મનું નકલી પોસ્ટર ફેરવી રહી છે એવી ફરિયાદ અભિનેતા સુનીલ શેટ્ટીએ વર્સોવા પોલીસ સ્ટેશનમાં કરી છે, એમ અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું.પ્રોડક્ટ કંપની તેની પરવાનગી વિના તેનો ફોટો ઉપયોગ કરી રહી છે અને ફિલ્મમાં તે મુખ્ય ભૂમિકામાં છે એવું જૂઠાણું ચલાવી રહી છે એવો આરોપ શેટ્ટીએ બુધવારે નોંધાવેલી ફરિયાદમાં કર્યો છે. જોકે આ સંબંધમાં કોઈ એફઆઈઆર દાખલ કરવામાં આવી નથી.સિનિયર પીઆઈ સિરાજ ઈનામદારે જણાવ્યું હતું કે 59 વર્ષીય અભિનેતાની ફરિયાદ છે કે તે સંકળાયેલો નથી એવી ફિલ્મનું નકલી પોસ્ટર કંપનીના નિર્માતાઓ ફેરવી રહ્યા છે.

સોશિયલ મિડિયા પર આ પોસ્ટર જોયા પછી શેટ્ટીએ ફરિયાદ નોંધાવી છે.શેટ્ટીએ એવો પણ આરોપ કર્યો છે કે આ કંપની લોકોનો સંપર્ક કરી રહી છે અને તેને નામ નાણાં માગી રહી છે. નિર્માણગૃહનું આ કૃત્ય સરિયામ ઠગાઈ છે. સિનિયર પીઆઈ ઈનામદારે જણાવ્યું કે અમે ફરિયાદ પ્રાપ્ત થઈ છે, પરંતુ એફઆઈઆર હજુ નોંધાવી નથી કે કોઈને નિવેદન નોંધવા માટે બોલાવ્યા નથી. અમારી તપાસ ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...