કોરોના રસીકરણ:મુસ્લિમોમાં રસીકરણ વધારવા અભિનેતા સલમાન ખાન મદદે

મુંબઈ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં હજુ પણ લોકો વેક્સિન લેતાં ખચકાય છે

મહારાષ્ટ્રમાં રાજ્ય સરકારની જાગૃતિ ઝુંબેશ છતાં મુસ્લિમ વિસ્તારોમાં રસીકરણ કરાવનારા લોકોની સંખ્યા વધી રહી નથી. હવે રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે સલમાન ખાનની મદદ લેવાનું મન બનાવી લીધું છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ જણાવ્યું કે, સરકાર બોલિવૂડ અભિનેતા સલમાન ખાનની મદદ લેશે, જેથી લોકો રસી લેવા માટે જાગૃત થઈ શકે.

ટોપેએ આગળ કહ્યું, મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં હજુ પણ લોકો વેક્સિન લેવા માટે ખચકાય છે. અમે મુસ્લિમ સમુદાયને રસી લગાવવા માટે સલમાન ખાન અને ધાર્મિક નેતાઓની મદદ લેવાનો નિર્ણય કર્યો છે. ધાર્મિક નેતાઓ અને ફિલ્મ અભિનેતાઓનો પ્રભાવ પડે છે અને લોકો તેમને સાંભળે છે.

10.25 કરોડ લોકોને રસી આપવામાં આવી
ટોપેએ કહ્યું કે, રાજ્યમાં અત્યાર સુધી 10.25 કરોડથી વધુ વેક્સિન ડોઝ આપવામાં આવ્યા છે અને નવેમ્બરના અંત સુધી તમામ પાત્ર વ્યક્તિઓને ઓછામાં ઓછા પહેલો ડોઝ આપવામાં આવશે. કોરોનાની ત્રીજી લહેરની આશંક વિશે ટોપેએ કહ્યું કે નિષ્ણાતોના અનુસાર, મહામારીનું ચક્ર સાત મહિનાનું હોય છે, પરંતુ મોટાપાયે પર રસીકરણના કારણે આગામી લહેર ગંભીર નહીં હોય.

વેક્સિનને લઈને ગેરસમજો દૂર કરવી જરૂરી
ટોપેએ કહ્યું કે, વેક્સિન લગાવવાની બાબતમાં મહારાષ્ટ્ર સૌથી આગળ છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં રસીકરણની ગતિ ધીમી છે. લોકોના મનમાં વેક્સિનને લઈને જે ડર છે તે પાયાવિહોણા છે. એક ધાર્મિક વ્યક્તિને વેક્સિનની જરૂર નથી અથવા વેક્સિન તેના માટે ફાયદાકારક નથી એવું માનવું એ અંધશ્રદ્ધા અને અજ્ઞાનતા છે. તેને દૂર કરવાની જરૂર છે. તેના માટે જનતાને જાગૃત કરવી જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...