તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:મની લોન્ડરિંગ કેસમાં અભિનેતા- સચિન જોશીની કસ્ટડી લંબાવાઈ

મુંબઈ8 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • સચિન તપાસમાં સહયોગ આપતો નથી એમ ઈડીએ કોર્ટને જણાવ્યું

મની લોન્ડરિંગ કેસમાં અભિનેતા અને નિર્માતા સચિન જોશીની કસ્ટડી વિશેષ કોર્ટે ગુરુવારે 22 ફેબ્રુઆરી સુધી વધારવામાં આવી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા સચિનની 14 ફેબ્રુઆરીના રોજ ધરપકડ કરવામાં આવી હતી. ઓમકાર રિયાલ્ટર્સ એન્ડ ડેવલપર્સ સામે કેસ સંબંધમાં સચિનની ધરપકડ કરવામાં આવી છે. તેણે જેકપોટ અને અમુક અન્ય ફિલ્મોમાં કામ કર્યું હતું અને તેનો પરિવાર ગુટકા ઉત્પાદનના વેપારમાં છે. સચિનની કસ્ટડી ગુરુવારે સમાપ્ત થવાથી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટના વિશેષ જજ એ એ નાંદગાવકર સામે હાજર કરવામાં આવ્યો હતો.

સચિન તપાસમાં સહયોગ આપતો નહીં હોવાથી તેની કસ્ટડી લંબાવવામાં આવે એવી માગણી ઈડીએ કરી હતી.સચિનને અન્ય આરોપીઓ સામે રૂબરૂ કરવાનો છે અને ઓમકાર ગ્રુપની વિવિધ કંપનીઓમાંથી પ્રાપ્ત ભંડોળની ઉપયોગિતા વિશે પૂછપરછ કરવાની બાકી છે. સચિનને ઓમકાર ગ્રુપની વિવિધ કંપનીઓ પાસેથી આશરે રૂ. 37 કરોડ પ્રાપ્ત થયા હતા એવો આરોપ છે. આ નાણાં તેની સેવા સામે આપવામાં આવ્યાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે, પરંતુ ઈન્વોઈસીસ અને ડેબિટ નોટ્સ જેવા દસ્તાવેજોમાં આ રકમનો તાલમેલ મળતો નથી, એમ ઈડીએ જણાવ્યું હતું.

ઓમકાર અને સચિન સામે શું આરોપ છે : અગાઉ ઈડીએ જણાવ્યું હતું કે સચિન સાથે સંબંધિત કંપની વાઈકિંગ ગ્રુપમાં ઓમકાર ગ્રુપ દ્વારા ઝૂંપડપટ્ટી પુનર્વસન યોજનાના ભંડોળમાંથી કહેવાતી રીતે ગેરરીતિ કરીને આશરે રૂ. 87 કરોડ અન્યત્ર વાળવામાં આવ્યા તેની તપાસ કરવા માગે છે. યેસ બેન્ક પાસેથી પ્રાપ્ત લોન અન્યત્ર વાળવામાં આવી હતી અને સચિને ઓમકાર ગ્રુપના પ્રમોટરોને કમસેકમ રૂ. 87 કરોડ અન્યત્ર વાળવામાં મદદ કરી છે, એવો દાવો પણ અગાઉ ઈડીએ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો