તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:વિનયભંગ અંગે અભિનેતા પ્રાચીન ચૌહાણની ધરપકડ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પર્લ પુરીનું પ્રકરણ ભુલાયું નથી ત્યાં નવો કિસ્સો

થોડા દિવસ પહેલાં જ ટીવી અભિનેતા પર્લ પુરીની પોલીસે ધરપકડ કરી હતી. એક સગીર છોકરીનો વિનયભંગ કર્યાનો પર્લ પર આરોપ છે. આ પ્રકરણની તપાસ ચાલુ છે ત્યાં જ ટીવીની દુનિયામાંથી વધુ એક આંચકાજનક સમાચાર છે. એકતા કપૂરની લોકપ્રિય સીરિયલ કસૌટી ઝીંદગી કીથી અભિનય જગતમાં પદાર્પણ કરનાર અભિનેતા પ્રાચીન ચૌહાણની મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી.

એક યુવતીનો વિનયભંગ કરવાનો તેના પર આરોપ છે. પીડિતાએ મલાડ પૂર્વ પોલીસ સ્ટેશનમાં અભિનેતા પ્રાચીન ચૌહાણ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. પીડિતાની ફરિયાદ પછી પોલીસે કલમ 354, 342, 323, 502(2) અંતર્ગત ગુનો દાખલ કર્યો છે. આ પ્રકરણે પોલીસ તપાસ કરી રહી છે. જોકે પ્રાચીનની ધરપકડથી ટીવીની દુનિયામાં આઘાતની લાગણી છે. પ્રાચીને કસૌટી ઝીંદગી કી પછી કુછ ઝૂકી પલકે, સિંદૂર તેરે નામ કા સાત ફેરે જેવી સીરિયલો કરી છે. અત્યારે એ યુટ્યુબ પર લોકપ્રિય વેબ શો શિટ્ટી આઈડિયાઝ ટ્રેંડિંગમાં છબી મિત્તલ અને પૂજા ગોર સાથે કામ કરી રહ્યો છે. એનું પાત્ર અભિમન્યુ લોકપ્રિય થયું છે.

અન્ય સમાચારો પણ છે...