તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:એક બાળા સાથે દુષ્કર્મ કેસમાં અભિનેતા પર્લ પુરીની ધરપકડ

મુંબઈ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એકતા કપૂર, અનિતા હસ્સાનંદાની સહિતના કલાકારો પર્લની પડખે

નાગીન-3, બેપનાહ પ્યારના અભિનેતા પર્લ પુરીની એક બાળા સાથે દુષ્કર્મ કરવાના કેસમાં પોલીસે ધરપકડ કરી છે. આ પછી શનિવારે નિર્માત્રી એકતા કપૂર, અભિનેત્રીઓ અનિતા હસ્સાનંદાની, ક્રિસટલ ડિસોઝા પર્લની પડખે આવ્યા છે. વસઈમાં વાલિવ પોલીસમાં 31 વર્ષીય અભિનેતા સામે દુષ્કર્મ સાથે પોક્સો ધારા હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. શુક્રવારે મીરા ભાયંદર- વસઈ વિરાર પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી.

આ પછી શનિવારે એકતા કપૂરે ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં બાળકીના પિતા દ્વારા ખોટી રીતે પર્લને ફસાવવામાં આવ્યો છે એવું લખ્યું છે. હું બાળાઓનો વિનયભંગ કરનારની સમર્થક નથી કે કોઈ પણ પ્રકારના વિનયભંગનું સમર્થન કરતી નથી. જોકે ગઈકાલે રાત્રે જે પણ થયું તે બહુ જ ખરાબ થયું છે, એમ તેણે પોતાની સાથે પુરીનો ફોટો મૂકીને પોસ્ટમાં લખ્યું છે.ખુદ બાળકીની માતાએ મને કહ્યું કે પુરી નિર્દોષ છે. તેણે કહ્યું કે પર્લ આમાં સંડોવાયેલો નથી અને મારો પતિ બાળકીનો કબજો લેવા માગે છે અને સેટ પર કામ કરતી માતા બાળકીની સંભાળ નહીં રાખી શકે એવું તે બતાવવા માગે છે, એમ એકતાએ જણાવ્યું છે.

અંગત સ્વાર્થ ખતાર મીટૂ ચળવળનો દુરુપયોગ કરવાનું એકદમ અયોગ્ય છે. મીટૂ ચળવળનો ગેરલાભ ઉઠાવતાં તમારા અંગત લાભ ખાટવા માટે બાળકીની માનસિક સતામણી કરવી અને નિર્દોષ વ્યક્તિને ફસાવવો તે બિલકુલ અયોગ્ય છે. આખરી ફેંસલો તો કોર્ટ જ કરશે, પરંતુ બાળકીની માતાએ મને જે પણ કહ્યું તેની પરથી મેં ઘટના વિશે અંદાજ બાંધી દીધો છે.નોકરિયાત માતાઓ તેમના સંતાનની સંભાળ નહીં લઈ શકે એવું પુરવાર કરવા માટે લોકો જો આવા વિવિધ ગતકડા કરતા હોય તો ખૂબ ખૂબ દુઃખની વાત છે. આ કેસમાં તકથી જો પર્લ નિર્દોષ સાબિત થાય તોહું લોકોને આજના સમયમાં મહત્ત્વપૂર્ણ અને અત્યંત જરૂરી ચળવળને પોતાના લાભમાં અયોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે છે તેમાં ઊંડાણથી જોવા હું લોકોને વિનંતી કરું છું.

અન્ય સમાચારો પણ છે...