તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Mumbai
  • Actor Karan Mehra's Wife's Second FIR, Allegation Of Misappropriation Of Rs 1 Crore From Wife's Account

ફરિયાદ:અભિનેતા કરણ મહેરા વિરુદ્ધ પત્નીની બીજી FIR, પત્નીના ખાતામાંથી 1 કરોડની હેરફેરનો આક્ષેપ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

અભિનતા કરણ મહેરા પર એની પત્ની નિશા રાવલે મારપીટનો ગંભીર આરોપ કરતા એના વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી. એ પછી પોલીસે કરણની ધરપકડ કરી હતી. અત્યાર જામીન પર છૂટેલા કરણ પર હવે નિશાએ ફરીથી ગંભીર આરોપ કર્યા હતા. કરણે એના બેંક ખાતામાંથી રૂ. 1 કરોડની હેરફેર કરી હોવાનો આરોપ નિશાએ કર્યો છે. એણે આ પ્રકરણે ગોરેગાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. નિશા અને કરણ વચ્ચે છેલ્લા થોડા મહિનાથી તણખા ઝરી રહ્યા છે. તેમના લગ્નજીવનમાં મુશ્કેલી ઊભી થઈ છે જેની ચર્ચા હિંદી ટીવી સીરિયલ સૃષ્ટિમાં થઈ રહી હતી.

થોડા દિવસ પહેલાં તેમની વચ્ચે બધુ આલબેલ હોવાનું દંપતિએ સ્પષ્ટ કર્યું હતું. પણ 1 જૂનના નિશાએ કરણ પર મારપીટનો આરોપ કરતા ફરિયાદ દાખલ કરી હતી. નિશાની ફરિયાદ પછી પોલીસે કરણની ધરપકડ કરી હતી. એ પછી કરણ જામીન પર બહાર આવ્યો હતો. એ પછી કરણે નિશાની માનસિક સ્થિતિ બરોબર નથી અને એ ઘણી વખત હિંસક થતી હોવાનો આરોપ કર્યો હતો. તેમ જ તેની પત્નીના વર્તનના કારણે પોતાને અનેક વખત આત્મહત્યા કરવાનો વિચાર આવે છે એમ જણાવ્યું હતું. હવે એક મહિનામાં જ નિશાએ કરણ વિરુદ્ધ બીજી ફરિયાદ દાખલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...