ઓમકાર રિયાલ્ટર્સ એન્ડ ડેવલપર્સ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં અભિનેતા- નિર્માતા અને વેપારી સચિન જોશીને આખરે વિશેષ પીએમએલએ કોર્ટે જમીન આપ્યા છે, પરંતુ તેની પર અનેક શરતો લાદી છે.જેકપોટ અને અમુક અન્ય ફિલ્મોમાં કામ કરનારા જોશીની ગયા વર્ષે 14મી ફેબ્રઆરીના રોજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા ધરપકડ કરવામં આવી હતી. 37 વર્ષીય જોશી હાલમાં તબીબી કારણોસર સુપ્રીમ કોર્ટના આદેશથી વચગાળાના જામીન પર છે. નિયમિત જામીન માટેની તેની અરજી વિશેષ જજ એમ જી દેશપાંડેએ રૂ. 30 લાખના પર્સનલ બોન્ડ અને તેટલી જ રકમની બે શ્યોરિટી પર મંજૂર કરી હતી. જામીન સાથે તેની પર આગામી આદેશ સુધી ભારત બહાર નહીં જવા, પાસપોર્ટ ઈડીને સોંપવાની શરતો લાદી છે. કેસની કાર્યવાહીમાં અવરોધ પહોંચે એવી કોઈ પણ કૃતિથી દૂર રહેવા, ગુનાની પ્રાપ્તિ સંબંધી કોઈ પણ પ્રવૃત્તિમાં નહીં સંકળાવાની પણ શરત રાખી છે.
વિશેષ સરકારી વકીલ કવિતા પાટીલ થકી ઈડી દ્વારા આદેશ સામે અપીલ કરવા ત્રણ સપ્તાહનો સમય માગવામાં આવ્યો હતો, જે અરજી કોર્ટે નકારી કાઢી છે. વરિષ્ઠ ધારાશાસ્ત્રી આબાદ પોંડા અને એડવોકેટ સુભાષ જાધવ થકી દાખલ અરજીમાં જોશીએ ઈડી ગુનાની પ્રાપ્તિની તેની સાથે કડી સ્થાપિત કરવામાં નિષ્ફળ નીવડી ગોવાની દલીલ કરી હતી. કોઈ પણ આધાર, ઓછા પુરાવા સાથે ગુનાની પ્રાપ્તિ જોશીના હાથમાં કઈ રીતે આવી તે ઈડી સિદ્ધ કરી શકી નથી, એમ અરજીમાં જણાવાયું હતું.વાસ્તવમાં ઈડીએ આવી કોઈ પણ પ્રાપ્તિઓ જોશીના હાથોમાં આવી નથી એવું કબૂલ કર્યું છે. જોશી જેએમજે ગ્રુપના પ્રમોટ અને બિઝનેસમેન જે એમ જોશીનો પુત્ર છે. કંપની ગુટખા અને પાનમસાલાનું ઉત્પાદન કરે છે અને હોસ્પિટાલિટી વેપારમાં પણ છે.
જોશીએ અમુક ફિલ્મો પ્રોડ્યુસ પણ કરી છે. ઈડીનોદાવો છે કે તેની તપાસમાં ખોટી રીતે ઝૂંપડાવાસીઓ અને એફએસઆઈ વધુ બતાવીને ઓમકાર રિયાલ્ટર્સ એન્ડ ડેવલપર્સ પ્રા. લિ.ની ભગિની કંપની સુરાણા ડેવલપર્સ વડાલા, એલએલપી દ્વારા ખોટી રીતે રૂ. 410 કરોડની લોનની રકમ પ્રાપ્ત કરાઈ હતી.
નાણાંની આ રીતે ઉચાપત કરી
આમાંથી રૂ. 330 કરોડ ઓમકાર ગ્રુપની સેલ બિલ્ડિંગમાં લોન્ડરિંગ કરાયા હતા અને રૂ. 80 કરોડ સચિન જોશી અને તેની વાઈકિંગ ગ્રુપ ઓખ કંપનીઝ થકી સેવા અને રોકાણની આડમાં લોન્ડરિંગ કરાયા હતા. જોશી ઉપરાંત ઓમકાર રિયાલ્ટર્સ એન્ડ ડેવલપર્સના કમલ કિશોર ગુપ્તા (62), એમડી બાબુલાલ વર્મા (51)ની પણ આ કેસમાં ધરપકડ કરાઈ હતી. બંને હાલ ન્યાયિક કસ્ટડીમાં છે. ઈડીએ ઔરંગાબાદ પોલીસે 2020માં ગુપ્તા અને વર્મા સામે વડાલામાં આનંદ નગર એસઆરએ કો-ઓપ હાઉસિંગ સોસાયટીના રિડેવલપમેન્ટ માટે યેસ બેન્ક પાસેથી લીધેલા રૂ. 410 કરોડનાં લોનનાં ભંડોળને અન્યત્ર વાળ્યાના આરોપ હેઠળ નોંધેલી એફઆઈઆરને આધારે કેસ નોંધ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.