તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:CM ઉદ્ધવ સાથે કાર્યક્રમમાં હાજર અભિનેતા આમીર ખાન સંક્રમીત

મુંબઈએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મુખ્યમંત્રી સહિત હાજર અન્ય લોકોને કોરોના ટેસ્ટ કરાવવો પડી શકે

અભિનેતા આમીર ખાનને કોરોનાનું સંક્રમણ થવાથી ક્વોરન્ટાઈન થયો છે. આમીરે બે દિવસ પહેલાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે વર્ષા પર આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી હતી.આમીર ખાન ક્વોરન્ટાઈન છે અને એની તબિયત હાલ સારી છે. એ તમામ નિયમોનું પાલન કરી રહ્યો છે. આમીર ખાનના સંપર્કમાં આવેલા બધાએ તકેદારીના પગલાં તરીકે કોરોનાની ટેસ્ટ કરાવવી એવી હાકલ આમીરના પ્રવક્તાએ કરી છે. વૈશ્વિક જળ દિનનું ઔચિત્ય સાધીને પાણી ફાઉન્ડેશનની સત્યમેવ જયતે સમૃદ્ધ ગામ યોજનાનો સન્માન સમારંભ મુખ્યમંત્રી સરકારી નિવાસસ્થાન વર્ષામાં આયોજિત કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની ઉપસ્થિતિમાં થયો હતો. આ સમયે આમીર ખાન અને મુખ્યમંત્રી નજીક બેઠા હતા. આ કાર્યક્રમમાં રાજ્યના કૃષિ મંત્રી દાદા ભુસે, જળસંધારણ મંત્રી શંકરરાવ ગડાખ, રાજ્યના મુખ્ય સચિવ સીતારામ કુંટે, આમીરની પત્ની કિરણ રાવ વગેરે ઉપસ્થિત હતા. તેથી હવે આમીરના સંપર્કમાં આવેલા બધાની સાથે મુખ્યમંત્રીએ પણ કોરોના ટેસ્ટ કરાવવી પડશે.

મુખ્યમંત્રીના પત્ની અને પુત્રને કોરોના
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રીમાં કોરોનાનો પ્રવેશ થયો છે. મુખ્યમંત્રીના પુત્ર તથા પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરે સહિત પત્ની રશ્મિ ઠાકરેને કોરોનાનું સંક્રમણ થયું છે. બંને અત્યારે સારવાર લઈ રહ્યા છે. કોરોનાના સમયમાં બધાને ધ્યાન રાખવાનું જણાવતા મુખ્યમંત્રીની નજીક કોરોના પહોંચ્યો છે. નાગરિકો સાથે સંવાદ સાધતા મુખ્યમંત્રીએ આપેલી માહિતી અનુસાર તેઓ ફરીથી ઓનલાઈન કાર્યપદ્ધતિ સ્વીકારીને કોરોનાથી દૂર રહે છે કે શું જોવાનું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો