હુકમ:આતંકી હુમલાના કાવતરાના આરોપીને ત્રણ વર્ષ સ્પેશિયલ હોમમાં રાખવા આદેશ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આઈસિસના વિચારોથી પ્રેરિત હતો, પ્રસાદમાં ઝેર ભેળવવાની યોજના હતી

આઈસિસ આતંકવાદી સંગઠનના વિચારોથી પ્રેરિત થઈને વિશિષ્ટ ધર્મીઓના કાર્યક્રમના સમયે પ્રસાદમાં, ભોજનમાં અને પાણીમાં ઝેર ભેળવીને મોટે પાયે જીવિત હાનિત કરવાના અને આતંવાદી હુમલાનું કાવતરું ઘડવા પ્રકરણે સગીર બાળકને બાળ ન્યાય મંડળે ત્રણ વર્ષ સ્પેશિયલ હોમમાં રાખવાનો આદેશ આપ્યો છે.

એનઆઈએ વિશેષ પ્રાધિકૃત કોર્ટ ઔરંગાબાદ ખાતે કુલ 9 શકમંદો સામે ખટલો ચાલી રહ્યો છે.આ ગુનામાં સગીર બાળકની સંડોવણી બહાર આવતાં ગુનો દાખલ કરાયો ત્યારે તેની ઉંમર 17 વર્ષ અને હવે 19 વર્ષથી વધુ છે. તેના વિરોધમાં બાળ ન્યાય મંડળ ઔરંગાબાદ ખાતે અંતિમ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. ગત બે વર્ષથી કેસની સુનાવણી ચાલતી હતી. બાળ ન્યાય મંડળ, ઔરંગાબાદે બાળક વિરુદ્ધ કેસમાં 11 મે, 2022ના રોજ અંતિમ ચુકાદો આપ્યો હોઈ તેને કલમ 120 (બી) ભારતીય દંડ સંહિતા અને કલમ 18, 20, 38 પોલીસ એક્ટ અંતર્ગત આરોપ સિદ્ધ થઈને દોષી ઠરાવવામાં આવ્યો છે.

સંબંધિતને બાળ ન્યાય અધિનિયમ કલમ 18 (જી)ની જોગવાઈ અનુસાર ત્રણ વર્ષ સ્પેશિયલ હોમમાં રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ) ઔરંદાબાદ યુનિટને આઈસિસ સંગઠન સંબંધિત અમુક શકમંદ આરોપી અને સગીર બાળક વિરુદ્ધ ઓગસ્ટ 2015માં ગોપનીય માહિતી મળી હતી.

આરોપીઓએ ઉમ્મત-એ- મોહમ્મદિયા ગ્રુપ તૈયાર કરીને આઈસિસ સંગઠનના વિચારોથી પ્રેરિત થઈને વિશિષ્ટ ધર્મીઓના કાર્યક્રમના સમયે પ્રસાદ, ભોજન અને પાણીમાં ઝેર ભેળવીને મોટે પાયે જીવિત હાનિ કરવાનું કાવતરું રચ્યું હતું. આ પ્રકરણમાં સગીર બાળક સહિત 9 શકમંદો પર એટીએસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આતંકવાદી હુમલાનું કાવતરું : શકમંદ મોટે પાયે સ્ફોટક પદાર્થોનો ઉપયોગ કરીને મુંબઈ, થાણે, ઔરંગાબાદ ખાતે રેકી પછી આતંકવાદી હુમલો કરીને બધા સિરિયમાં ભાગી જવાના હતા, એવી માહિતી એટીએસને મળી હતી. આ પછી એટીએસે આ પ્રકરણનો ઉકેલ લાવતાં શકમંદોને કબજામાં લીધા હતા. તત્કાલીન પીઆઈ વિજયંત જૈસ્વાલની ફરિયાદ પરથી 22 જાન્યુઆરી, 2019ના રોજ સીઆર નં 01/2019માં કલમ 120 (બી), 201 ભારતીય દંડ સંહિતા સહ કલમ 18, 2038, 39 ગેરકાયદે કૃત્યો (પ્રતિબંધક કાયદો 1967 સહ 135 મહારાષ્ટ્ર પોલીસ કાયદા પ્રમાણે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

બાળ ન્યાય મંડળનો ચુકાદો
એટીએસે આ પ્રકરણમાં ચાર્જશીટ બાળ ન્યાય મંડળ, ઔરંગાબાદ, સેશન્સ કોર્ટ અને એનઆઈએ વિશેષ કોર્ટ, ઔરંગાબાદ ખાતે દાખલ કરી હતી, જેમાં બાળ ન્યાયમંડળે બાળકને ત્રણ વર્ષ બાળ સુધારગૃહમાં રાખવાનો આદેશ આપ્યો હતો.

તપાસમાં 9 શકમંદ આરોપી
તપાસમાં9 શકમંદ આરોપીઓમાં મુંબ્રાના મોહસીન સિરાજુદ્દીન ખાન, મહોમ્મદ તકી સિરાજુદ્દીન ખાન, મોહમ્મદ સરફરાઝ અબ્દુલ હક ઉસ્માની, જમાન નવાબ ખુટેઠપાડ, સલમાન સિરાજુદ્દીન ખાન, ફહાદ મોહમ્મદ ઈસ્તેયાક અન્સારી, તલ્હા હનીફ પોતરીક, થાણેનો મઝહર અબ્દુલ રશીદ શેખ, ઔરંગાબાદના મોહમ્મદ મુશાહિદ ઉલ ઈસ્લામ અબ્દુલ માજીદનો સમાવેશ થતો હતો. એસપી અવિનાશ બારગળના માર્ગદર્શનમાં એસીપી સુનિલ યાદવ, એટીએસના અધિકારીઓએ આ કામગીરી પાર પાડી હતી. સરકારી વકીલ તરીકે મંગેશ જાધવ હતા.

અન્ય સમાચારો પણ છે...