તપાસ:કોલ્હાપુર જેલમાં કેદીઓએ મારઝૂડ કરતાં હત્યાના આરોપીનું મૃત્યુ

મુંબઈ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

કોલ્હાપુર જિલ્લામાં જેલમાં બંધ 49 વર્ષીય હત્યાના આરોપીની અન્ય કેદીઓએ મારઝૂડ કરતાં મોત નીપજ્યું હતું. મૃતક જન્મટીપની સજા ભોગવી રહ્યો હતો. તે હિંસક બન્યો હતો અને કેદીઓની મારપીટ કરતો હતો, જેથી કેદીઓ ઉશ્કેયારા હતા અને ગુરુવારે સાંજે તેની પર હુમલો કર્યો હતો.

કોલ્હાપુરની કલંબા જેલમાં કેદીઓ ટીવી જોતા હતા ત્યારે આ ઘટના બની હતી. જેલ પ્રશાસન અનુસાર મૃતક નિશિકાંત કાંબળે માનસિક બીમારી માટે દવા પર હતો. ગુરુવારે કેદીઓ ટીવી જોતા હતા ત્યારે કાંબળેએ ગાળાગાળી શરૂ કર્યા બધા ટાઈલ સાથે સાથી કેદી પર હુમલો કર્યો હતો.

તે સમયે અન્ય કેદીઓએ આવીને કાંબળેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, એમ જેલ એસપી ચંદ્રમણિ ઈન્દુલકરે જણાવ્યું હતું. કેદીઓનું જૂથ કાંબળેને બાજુમાં લઈ ગયું હતું. કાંબળેએ તેમની પર હુમલો કરવાનો પ્રયાસ કરતાં અન્ય કેદીઓએ તેને જમીન પર પટકી દીધો હતો અને લાત તથા મુક્કાથી માર માર્યો હતો. ઘટના બની ત્યારે કોઈ જેલ કર્મચારી ત્યાં મોજૂદ નહોતો.

કાંબળે બેભાન થતાં જેલના કર્મચારીઓએ તેની છાતીનાં દર્દ અને બ્લડ પ્રેશરથી આ તકલીફ થઈ હશે એવું સમજ્યા હતા અને તેને હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તેનું રાત્રે 10.45 વાગ્યે ઉપચાર દરમિયાન મૃત્યુ થયું હતું. કાંબળેને કોલ્હાપુરમાં 2003માં મિત્રની હત્યા કરવા માટે જન્મટીપ થઈ છે, એમ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...