કાર્યવાહી:દુષ્કર્મ અને બ્લેકમેઈલ કરનાર આરોપીની ભરૂચથી ધરપકડ

મુંબઈ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સોશીયલ મિડીયા પર મહિલા સાથે મૈત્રી કરીને ફસાવી

નવી મુંબઈમાં વાશીની એક મહિલા સાથે ફેસબુક પર ફ્રેન્ડશિપ બનાવ્યા પછી તેની સાથે દુષ્કર્મ કર્યા બાદ વાંધાજનક તસવીરો વાઈરલ કરવાની ધમકી આપીને બ્લેકમેઈલ કરનારા આરોપીની આખરે વાશી પોલીસે ભરૂચથી ધરપકડ કરી છે. આરોપીને જિજ્ઞેશ મહેન્દ્રભાઈ બદિયાદ્રા ઉર્ફે સોની (39) તરીકે ઓળખી કાઢવામાં આવ્યો છે. વાશી સેક્ટર-14ની 41 વર્ષીય મહિલાની ફરિયાદ પરથી આ કાર્યવાહી કરવામાં આવી છે. સોની અને મહિલા વચ્ચે ફેસબુક પરથી ફ્રેન્ડશિપ થઈ હતી. આ પછી તેમની વચ્ચે નિકટતા સધાઈ હતી, જે પછી એક દિવસ નવી મુંબઈમાં આવ્યો હતો અને મહિલા સાથે દુષ્કર્મ કર્યું હતું. આ સમય વાંધાજનક ફોટો પાડી લીધા હતા.

આ પછી મહિલાના ભાઈનો ફોન પર સંપર્ક કર્યો હતો.મારી પાસે તારી બહેનની વાંધાજનક તસવીરો છે. જો રૂ. 50,000 નહીં આપે તો તસવીરો વાઈરલ કરી દઈશ એવી ધમકી આપી હતી. મહિલાએ 30 મેના રોજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સઘન તપાસ કરીને આરોપી ભરૂચના દયાદરા ગામનો રહેવાસી હોવાનું શોધી કાઢ્યું હતું.

આ પછી પીએસઆઈ સુનિલ ગુરવ સાથે શ્રીકાંત સાવંત, સમીર યાદવ 9 જૂને ભરૂચ પહોંચ્યા હતા.ભરૂચમાં આરોપીની ધરપકડ કરીને રાત્રે મુંબઈમાં લાવવામાં આવ્યો હતો. આરોપીએ ગુનાની કબૂલાત કરી છે. તેણે આ રીતે અન્ય મહિલાઓ સાથે પણ છેતરપિંડી અને બ્લેકમેઈલ કર્યું હોવાની શંકા છે, જે અંગે વધુ તપાસ ચાલી રહી છે, એમ સિનિયર પીઆઈ રમેશ ચવ્હાણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...