તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગોવંડીમાં હત્યા કરીને ભાગી ગયેલો 34 વર્ષનો આરોપી પાંચ વર્ષ પછી આખરે સુરતથી ઝડપાઈ ગયો છે. તે મૂળ ગોવંડી બૈંગનવાડીનો રહેવાસી છે. નંદકુમાર ગોપાળેની આગેવાની હેઠળની ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-9ની ટીમે આરોપીને મંગળવારે સુરતથી પકડી પાડ્યો હતો.
8 ઓગસ્ટ, 2016ના રોજ બૈેગનવાડીમાં લાઈટ ચોરી સામે વાંધો ઉઠાવતાં બકરઅલી શેખ (20)ની ઈંટથી મારઝૂડ કરીને આ ખંજર ભોંકીને ક્રૂરતાથી હત્યા કરી હતી. આ કેસમાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી, જ્યારે એક ફરાર હતો. ત્રણમાં બે આરોપીને પુરાવાને અભાવે કોર્ટે છોડી મૂક્યા હતા, જ્યારે એક આરોપીને 2019માં આજીવન કેદની સજા આપી હતી.
જોકે એક આરોપી ગુનો થયો ત્યારથી ફરાર થઈ ગયો હતો. તે સુરતમાં ઓળખ છુપાવીને રહે છે એવ ખબરીએ આપેલી માહિતીને આધારે ગોપલેની આગેવાનીમાં વિશેષ ટીમે સુરત જઈને તેને ઝડપી લીધો હતો. તેને રિમાંડ પર લઈને હવે વધુ તપાસ કરવામાં આવી રહી છે.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.