તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આરોપી ફરાર:કાંદિવલીમાં હાથકડી સાથે દુષ્કર્મનો આરોપી ફરાર

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કાંદિવલીમાં જમણા હાથમાં હાથકડી સાથે આરોપી પોલીસ વાહનમાંથી ભૂસકો મારીને ફરાર થઈ ગયો છે. ચારકોપ પોલીસ તેને શોધી રહી છે. આરોપીની રેપિડ એન્ટીજન ટેસ્ટ કરીને તેને ફરીથી પોલીસ સ્ટેશનમાં લઈ જવાતો હતો ત્યારે કાંદિવલી સિગ્નલ પાસે આ ઘટના બની હતી.

સિગ્નલ પાસે પોલીસનુ વાહન ઊભું રહ્યું હતું. તે સમયે આરોપી અવિનાશ યાદવ (21) પોલીસોને ધક્કો મારીને વાહનમાંથી કૂદીને ભાગી ગયો હતો. 26 જૂન, 2021ના રોજ ચારકોપ પોલીસે તેની ધરપકડ કરી હતી. આરોપીને 17 વર્ષીય કિશોરી સાથે પ્રેમ હતો. જોકે તેના ઘરવાળા માનતા નહોતા.

આ દરમિયાન બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાયા હતા. પીડિતાના વાલીઓને જાણ થતાં સગીરા સાથે દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ નોંધાવી હતી.આને કારણે યાદવ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ચાર દિવસ પૂર્વે જ તેની ધરપકડ કરાઈ હતી. ગુરુવારે સવારે તેને એન્ટીજન ટેસ્ટ માટે લઈ જવાયો હતો, જ્યાંથી પાછા આવતી વખતે ટ્રાફિકમાં વાહન ઊભું રહેતા લાગ જોઈને તે ભાગી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...