સર્વેક્ષણ:મુંબઈમાં સર્વેક્ષણ મુજબ 74 ઠેકાણે ભેખડ ધસી પડવાનું રહેલું જોખમ

મુંબઈ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહાપાલિકાએ જરૂરી ઉપાયયોજનાઓની કાર્યવાહી શરૂ કરી

ચોમાસાને માંડ બે મહિના છે ત્યારે મુંબઈમાં 74 ઠેકાણે ભેખડ ધસી પડવાનું જોખમ હોવાનું જિયોલોજિકલ સર્વે ઓફ ઈંડિયાના સર્વેક્ષણમાં જણાયું છે. તેથી આ ઠેકાણે સંરક્ષક ભીંત બાંધવી, નાગરિકોને જોખમનો ઈશારો આપવો અને દુર્ઘટના ટાળવા માટે મહાપાલિકાએ જરૂરી ઉપાયયોજનાઓની કાર્યવાહી શરૂ કરી છે. ઉપરાંત બીજા પ્રાધિકરણોને પણ જરૂરી ઉપાયયોજનાઓ કરવાનો નિર્દેશ મહાપાલિકા પ્રશાસન તરફથી આપવામાં આવ્યો છે. મુંબઈમાં અનેક ભાગોમાં રહેલા ડુંગરોના ઠેકાણે સેંકડો ઝૂપડાઓ ઊભા થયા છે.

અતિવૃષ્ટિમાં ત્યાં જમીન ધસી પડવી, ભેખડ ધસી પડવી, પથ્થર પડવા જેવી દુર્ઘટનાઓ બને તો જીવહાની અને આર્થિક નુકસાન થવાનું જોખમ ઊભું થાય છે. આ પાર્શ્વભૂમિ પર ડુંગરની તળેટીમાં રહેતા ઝૂપડાઓની ભૌગોલિક સ્થિતિનો અભ્યાસ કરવા મહાપાલિકા જિયોલોજિકલ સર્વે ઓફ ઈંડિયાના માધ્યમથી સર્વેક્ષણ કરે છે. એમાંથી ડુંગરની તળેટીમાં રહેલા જોખમકારક ઝૂપડાઓની સ્થિતિ મળી છે. 24માંથી 16 વોર્ડમાં જોખમકારક ભેખડ છે.

મુંબઈમાં વિધાનસભ્યો, સંસદસભ્ય, નગરસેવકો સહિત લોકપ્રતિનિધીઓએ 1 હજાર 200 ઠેકાણે ભેખડ હોવાથી સંરક્ષક ભીંત બાંધવાની સૂચના કરી હતી. આ બાબતે મહાપાલિકા અને મ્હાડા સહિત બીજા પ્રાધિકરણની બેઠક અનુસાર 621 ઠેકાણે ભેખડનું જોખમ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. એ પછી મુંબઈમાં 47 ઠેકાણે અતિજોખમકારક અને 25 ઠેકાણે જોખમકારક ભેખડ હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.

આમ ધ્યાન રાખવામાં આવશે
અતિજોખમકારક ભેખડના ઠેકાણે સંરક્ષક ભીંત બાંધવા માટે મહાપાલિકાના માધ્યમથી કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લા પ્રશાસન અને બીજા પ્રાધિકરણોએ પોતપોતાની હદમાં જોખમકારક ઠેકાણા સંરક્ષિત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. એમાં જિયોલોજિકલ સર્વે ઓફ ઈંડિયાની સૂચના અનુસાર જોખમકારક ભેખડના ઠેકાણે એ ભેખડો કાઢી નાખવી, જોખમકારક ઝાડની કાપકૂપ કરવી, પાણીના નિકાલ માટે વ્યવસ્થા, ભીંતમાં ખાડા ભરવા જેવી ઉપાયયોજના કરવામાં આવશે.

ભેખડનું જોખમ કયા વોર્ડમાં છે?
મુંબઈના કયા વોર્ડમાં અતિજોખમકારક ભેખડની યાદી આ પ્રમાણે છે. કૌંસમાં એ વોર્ડમાં જોખમકારક ભેખડની સંખ્યા છે. આ યાદી મુજબ ડી વોર્ડમાં 1 (4), ઈ વોર્ડમાં 0 (2), એફ દક્ષિણમાં 2 (2), એફ ઉત્તરમાં 1 (2), જી દક્ષિણમાં 0 (1), કે પૂર્વમાં 1 (2), કે પશ્ચિમમાં 2 (0), પી દક્ષિણમાં 1 (0), પી ઉત્તરમાં 3 (0), આર ઉત્તરમાં 1 (0), આર મધ્યમાં 0 (2), એલમાં 7 (2), એમ પૂર્વમાં 4 (1), એનમાં 14 (1), એસ 7 (3) અને ટી વોર્ડમાં 2 (2) ભેખડ છે.

અન્ય સમાચારો પણ છે...