તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મૃત્યુ:લોકડાઉનમાં અકસ્માતોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું, એપ્રિલમાં ૩૦૦થી વધુનાં મોત

મુંબઈ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • એપ્રિલમાં ૫૭૬ અકસ્માતોમાં ૩૦૦થી વધુનાં મોત

લોકડાઉન અને કર્ફ્યૂને કારણે રસ્તા સુમસામ દેખાય છે છતાં રસ્તાઓ પરના અકસ્માતોનું પ્રમાણ નોંધનીય છે. ગયા મહિને એટલે કે એપ્રિલમાં રાજ્યમાં ૫૭૬ અકસ્માતોની ઘટનાઓની નોંધ થઈ જેમાં ૩૦૦થી વધારે જણના મૃત્યુ થયા અને ૨૭૪ ગંભીર જખમી થયા હતા. અત્યાવશ્યક સેવા માટેનું જ પરિવહન ચાલુ છે ત્યારે થયેલા આ અકસ્માતોમાં મુંબઈ, થાણે, નાશિક, અહમદનગર, જળગાવ, ધુળે શહેર અગ્રેસર છે.  લોકડાઉન છે છતાં અનેક જણ મળે તે વાહનથી ગામ જવાનો પ્રયત્ન કરે છે. કેટલાક જણે પગપાળા જ ગામ જવા નીકળ્યા છે.

અનેક વખત નિયમો કોરાણે મૂકીને પ્રવાસીઓની હેરફેર પણ કરવામાં આવી રહી છે. શહેર અને ગ્રામીણ ભાગોમાં પણ લોકડાઉનના નિયમો નાગરિકો દ્વારા પાળવામાં આવતા નથી અને વાહનો બહાર ચલાવવામાં આવે છે. રસ્તાઓ, હાઈવે ટ્રાફિક વિનાના હોવાથી બેદરકારીથી વાહન ચલાવવા, ઓવરટેક કરવું, મોબાઈલ પર વાત કરતા વાહન ચલાવવા જેવી ઘટનાઓ બનતી હોવાથી અકસ્માતોને નિમંત્રણ આપવામાં આવે છે. એમાં વળી રસ્તાઓ પર ઝાઝા વાહનો ન હોવાથી કેટલાક શહેરી ભાગોમાં સિગ્નલ બંધ છે. તેથી વાહનચાલકોને બેદરકારીથી વાહન ચલાવવાની છૂટ મળી છે. રાજ્યમાં એપ્રિલ ૨૦૨૦માં ૫૭૬ અકસ્માતો થયા હતા. એમાં ૨૮૦ જીવલેણ અકસ્માતોમાં ૨૬૧ પુરુષ અને ૩૯ મહિલાઓને રસ્તા અકસ્માતોમાં જીવ ગુમાવવો પડ્યો છે. 
જુદા જુદા જિલ્લાઓમાં અકસ્માતો
મુંબઈમાં થયેલા ૩૫ અકસ્માતોમાં ૪૦ના મૃત્યુ થયા અને ૧૧ જણ જખમી થયા. થાણે (શહેર)માં ૨૨ અકસ્માતોમાં ૧ મૃત્યુ અને ૨૧ જખમી, થાણે (ગ્રામીણ)માં ૧૧ અક્સ્માતોમાં ૮ મૃત્યુ અને ૫ જખમી તો નવી મુંબઈમાં થયેલા ૧૪ અક્સ્માતોમાં ૫ મૃત્યુ અને ૧૬ જણ જખમી થયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો