તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:સુશાંતસિંહ કેસની તપાસ માનવાધિકાર ધારા હેઠળ કરવાની અરજીનો સ્વીકાર

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈ યુનિવર્સિટીના કાયદાના વિદ્યાર્થી આશિષ રાયે રાષ્ટ્રીય માનવાધિકાર પંચ (એનએચઆરસી) સમક્ષ સુશાંતસિંહ રાજપૂત મૃત્યુ કેસની તપાસ માનવાધિકાર ધારા હેઠળ કરવાની માગણી કરી હતી. પંચે બુધવારે અરજીનો સ્વીકાર કર્યો હતો. મુંબઇ અને બિહાર પોલીસ વચ્ચે ચાલી રહેલા ઝઘડો વચ્ચે અભિનેતાના ચાહકે કેસમાં મધ્યસ્થી કરવા અને યોગ્ય તપાસ થાય તે માટે અરજી કરી હતી.

અરજદારે અરજીમાં લખ્યું હતું કે, પ્રોટેક્શન ઓફ હ્યુમન રાઇટ્સ એક્ટ, 1993 હેઠળ યોગ્ય પગલાં ભરવાં જોઈએ. ભારતનો નાગરિક હોવાને કારણે અને સુશાંતસિંહના ચાહક તરીકે, તેના વિશ્વભરના લાખ્ખો ચાહકો સાથે થયેલા અન્યાય પ્રત્યે ઊંડી વ્યથા અને હૃદયની પીડા વ્યક કરતાં ચાહકોની છેલ્લી ઇચ્છા છે કે આ મામલામાં યોગ્ય તપાસ થવી જોઇએ એમ અરજીમાં જણાવ્યું છે. ન્યાય પ્રણાલીના સંદર્ભમાં નાગરિકોનો વિશ્વાસ જાળવવા માટે પંચે વહેલી તકે નક્કર કાર્યવાહી કરવી જોઈએ.

આશિષ રાયે દિવ્ય ભાસ્કરને કહ્યું હતું કે, મેં મારી અરજીમાં માગણી કરી છે કે, મુંબઇ અને બિહાર પોલીસ વચ્ચેની ઝઘડો નાગરિકોને ન્યાય આપવાના અધિકારમાં અવરોધ પેદા કરી રહ્યો છે. સુશાંતસિંહના મૃત્યુ સંદર્ભે સુઓ મોટો કોગ્નિઝન્સ હેઠળ કાર્યવાહી કરવામાં આવે, રાષ્ટ્રીય માનવાધિકાર આયોગની વિશેષ તપાસ ટીમો બનાવવામાં આવે, માનવ અધિકારના ભંગ બદલ ઢાંકપિછોડો કરી રહેલા તમામ ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ. પંચ દ્વારા વહેલી તકે મહારાષ્ટ્ર અને બિહાર સરકાર અને પોલીસ વિભાગને યોગ્ય નિર્દેશ આપવા જોઈએ. પંચે 5 ઓગસ્ટે અરજીનો સ્વીકાર કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...