તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એન્ટિલિયા કેસ:વાઝેની બિનહિસાબી મિલકતોની એસીબી દ્વારા તપાસ શરૂ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ACB બરતરફ API સચિન વાઝેની સ્થાવર- જંગલ મિલકત સાથે સંપત્તિના સ્રોતની તપાસ કરશે

આવકના સ્રોત કરતાં વધુ બિનહિસાબી મિલરતો ધરાવવા માટે બરતરફ એપીઆઈ સચિન વાઝે સામે એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) દ્વારા ખુલ્લી તપાસ શરૂ કરવામાંઆવી છે. વાઝેની પોલીસ સેવામાંથી બરતરફ કર્યા પછી એસીબીના પ્રમુખે આ તપાસનો આદેશ આપ્યો હતો.

એસીબી વાઝેની સ્થાવક અને જંગમ મિલકતો સાથે તેની સંપત્તિના સ્રોતની પણ તપાસ કરશે. વાઝેની 25 ફેબ્રુઆરીએ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના બહુમજલી નિવાસસ્થાન એન્ટિલિયા નજીક વિસ્ફોટકો અને ધમકીપત્ર સાથેની મહિંદ્રા સ્કોર્પિયો કાર ગોઠવવા માટે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) દ્વારા આ વર્ષે માર્ચમાં વાઝેની ધરપકડ કરવામાં આવી હતી. આ પછી થાણેના વેપારી મનસુખ હિરનની હત્યામાં પણ તેની સંડોવણી બહાર આવી હતી.

એનઆઈએની તપાસમાં વાઝેએ બનાવેલી કંપનીના બેન્ક અકાઉન્ટમાં રૂ. 1.5 કરોડ મળી આવ્યા હતા.ઉપરાંત વાઝેએ તેના સાથીને અગાઉ રૂ. 76 લાખ આપ્યા હતા. એનઆઈએ દ્વારા વિશેષ કોર્ટમાં જણાવાયું હતું કે અમે આ નાણાંનો સ્રોત જાણવા માગીએ છીએ અને વાઝે પોતાને માટે કે અન્યો માટે ખંડણી વસૂલ કરતો હતો તે જાણવા માગીએ છીએ.વાઝેના સ્તરના એક અધિકારી પાસે આટલાં બધાં નાણાં ક્યાંથી આવ્યાં તે પણ તપાસનો વિષય છે. ભૂતકાળમાં વાઝે સામે લાંચ અને બિનહિસાબી મિલકતોની બે નનામી ફરિયાદો નોંધાવી હતી.

સચીન વાઝે 16 વર્ષ સસ્પેન્ડ હતો
વાઝે અગાઉ બોમ્બ વિસ્ફોટના આરોપીના કસ્ટડીમાં મૃત્યુના કેસમાં 16 વર્ષ સુધી સસ્પેન્ડ હતો, જેને જૂન 2020માં ફરીથી મુંબઈ પોલીસ દળમાં લેવાયો હતો. તેને ક્રાઈમ બ્રાન્ચની અત્યંત મહત્ત્વપૂર્ણ શાખા ક્રાઈમ ઈન્ટેલિજન્સ યુનિટ (સીઆઈયુ)નો પ્રભાવી બનાવવામાં આવ્યો હતો. સામાન્ય રીતે પીઆઈ સ્તરનો અધિકારી આ શાખાનો પ્રમુખ હોય છે, પરંતુ વાઝે માટે વિશેષ રીતે આ શાખાનો હવાલો સોંપવામાં આવ્યો હતો. આ શાખાનો હવાલો સંભાળ્યા પછી વાઝેએ હાઈ પ્રોફાઈલ કેસ હાથ ધર્યા હતા, જેમાં નકલી ટીઆરપી કેસ, નકલી સોશિયલ મિડિયા ફોલોઅર કેસ, છાબરિયા કાર ફાઈનાન્સિંગ કૌભાંડ કેસનો સમાવેશ.

અન્ય સમાચારો પણ છે...