તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:અબુ આઝમીએ જન્મદિવસે સરઘસ કાઢતા ગુનો દાખલ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાર્યકર્તાઓ દ્વારા ભેટ આપાયેેલી તલવાર જાહેરમાં હવામાં વીંઝી હતી

સમાજવાદી પક્ષના શિવાજીનગર માનખુર્દ વિધાનસભા સભ્ય અબુ અસીમ આઝમીએ રવિવારે તેમના જન્મદિવસ નિમિત્તે ગોવંડીના શિવાજીનગરમાં સરઘસ કાઢ્યું હતું. આ સમયે સેંકડો લોકો સહભાગી થયા અને કોરોનાના નિયમોનું છડેચોક ઉલ્લંઘન કરવામાં આવ્યું હતુ. તેથી વિધાનસભ્ય અબુ આઝમી અને તેમના પક્ષના અન્ય 17 કાર્યકર્તાઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાની માહિતી પોલીસે આપી હતી. રવિવારે ગોવંડીમાં અનેક ઠેકાણે અબુ આઝમીનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. આ સમયે કાર્યકર્તાઓએ ઘોડાગાડીમાં આ પરિસરમાં સરઘસ કાઢ્યું હતું. એમાં આઝમી સામેલ હતા.

આ સમયે સરઘસમાં સેંકડો લોકો સહભાગી થયા હતા અને કોરોનાના નિયમોનું જાહેર ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. તેથી અબુ આઝમી સહિત 17 કાર્યકર્તાઓ પર ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આપેલી માહિતી અનુસાર પક્ષના સમર્થકો સહિત અબુ આઝમીએ રવિવારે સાંજે 5 થી 8.30 દરમિયાન ગોવંડીના શિવાજીનગર પરિસરમાં વિવિધ ઠેકાણે જન્મદિવસ ઉજવ્યો હતો. આ સમયે લોકોએ કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કર્યું અને સોશિયલ ડિસ્ટન્સિંગ પાળ્યું નહોતુ. ઘણા જણાએ માસ્ક પહેર્યો નહોતો. આ બાબતે માહિતી મળ્યા પછી પોલીસે કાર્યવાહી કરી હતી.

શિવાજીનગરમાં પોલીસની મોટી ફોજ હાજર હોવા છતાં તેમની સામે જ કોરોનાના નિયમોનું છડેચોક ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. કાર્યકર્તાઓએ ભેટમાં આપેલી તલવાર પણ અબુ આઝમીએ હવામાં વીંઝી હતી. લગભગ 500 થી 1000 જણ આ સરઘસમાં સહભાગી થયા હોવાથી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થયું નહોતું. પોલીસે એક કાર્યકર્તા પાસેથી તલવાર જપ્ત કરી હતી. વિધાનસભ્ય અબુ આઝમી ઉપરાંત આયશા ખાન, રુખસાના સિદ્દીક, સદ્દામ ખાન, અતાઉ સઈદ ખાન, વસીમ જફર શેખ વગેરે પર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો એમ પોલીસે જણાવ્યું હતું.

કોઈની ધરપકડ નહીં
આ બાબતે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે એવી માહિતી શિવાજીનગર પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક કિશોર ગાયકેએ આપી હતી. આ બધા વિરુદ્ધ ઈંડિયન પીનલ કોડની કલમ 188, 269 અને શસ્ત્રાસ્ત્ર કાયદાની કલમો સહિત ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. કોઈની પણ ધરપકડ કરવામાં આવી નહોતી.

અન્ય સમાચારો પણ છે...