તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઈફેક્ટ:મુંબઈ મહાપાલિકાની હોસ્પિટલોમાં 40 ટકા દર્દીઓ બહારના જિલ્લાઓના છે

મુંબઈ15 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • શહેરના દર્દીઓની સંખ્યા ઓછી છતાં હોસ્પિટલો પર તાણ વધી રહ્યો છે

મહાપાલિકાની હોસ્પિટલોમાં સારવાર લેનારા કોરોનાગ્રસ્તોમાં લગભગ 40 ટકા દર્દીઓ મુંબઈની બહારના છે. મુંબઈ મહાનગર પ્રદેશ ઉપરાંત પશ્ચિમ મહારાષ્ટ્ર, ઉત્તર મહારાષ્ટ્ર, મરાઠાવાડાથી દર્દીઓ મુંબઈ સારવાર માટે આવી રહ્યા છે. એના લીધે મહાપાલિકા પર તાણ વધી રહી છે.

માર્ચ મહિનાથી સતત વધી રહેલા કોરોનાના સંક્રમણનો આલેખ આ અઠવાડિયે થોડા અંશે ઓછો થયો. પણ હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો નથી. હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓમાંથી લગભગ 40 ટકા દર્દીઓ બહારના છે. તેથી શહેરમાં દર્દીઓની સંખ્યા ઓછી થઈ છે છતાં હોસ્પિટલો પર તાણ વધી રહ્યો હોવાનું મહાપાલિકાના અધિકારીઓ જણાવે છે. દર્દીઓની સંખ્યા વધવાથી છેલ્લા બે અઠવાડિયામાં મુંબઈમાં બેડની અછત ઊભી થઈ હતી.

દર્દીઓ વધે ત્યારે યંત્રણા પર તાણ વધે
સાંગલી, ધુળે, જળગાવ, નાશિક વગેરે જિલ્લાઓમાંથી દર્દીઓ મુંબઈ આવી રહ્યા છે. તેથી હોસ્પિટલોમાં તાણ વધી રહ્યો છે એમ મહાપાલિકાના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. અત્યારે રેમડેસિવીર, ટોસીલીઝુમેબ વગેરે દવાઓ, ઓક્સિજનની અછત હોવાથી આ બધું ઉપલબ્ધ કરાવવા મહાપાલિકાએ પણ દોડધામ કરવી પડે છે. પણ દર્દીઓને અછત ન વર્તાય એ માટે આ બાબતો ઉપલબ્ધ કરી આપવામાં આવે છે. જોકે બહારના દર્દીઓનો ભાર વધે ત્યારે યંત્રણા પર તાણ વધતો જશે એવો મત અધિકારીએ વ્યક્ત કર્યો હતો.

દર્દીને પાછા મોકલી ન શકાય
મુંબઈના અનેક રહેવાસીઓ બહારના જિલ્લાઓમાં રહેતા તેમના સગાસંબંધીઓને ત્યાં સારવાર ઉપલબ્ધ ન હોવાથી મુંબઈ બોલાવે છે અને હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર કરાવે છે. આટલા લાંબેથી એમ્બ્યુલન્સ લઈને આવેલા અને ગંભીર તબિયતવાળા દર્દીઓને પાછા મોકલી શકાય નહીં અને દાખલ કરવા પડે છે એમ મહાપાલિકાના ડોકટરો જણાવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો