મેડિકલ સારવારમાં અડચણ:આરોગ્ય યોજનાના લાભથી 20 ટકા જેટલાં દર્દીઓ વંચિત રહ્યાં

મુંબઈ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દર્દીઓ પાસે રેશનકાર્ડ ન હોવાથી મેડિકલ સારવારમાં અડચણ થાય છે

મુંબઈ સહિત રાજ્યના ખૂણેખાંચરેથી સરકારી યોજના અંતર્ગત મેડિકલ સારવાર માટે આવતા ઓછામાં ઓછા 20 ટકા દર્દીઓ રેશનકાર્ડના ન હોવાથી આ યોજનાનો લાભ લઈ શકતા નથી એમ જણાયું છે. મહાત્મા ફુલે જનઆરોગ્ય યોજના સહિત બીજી વિવિધ પ્રકારની સરકારી મેડિકલ યોજનાઓ કઈ છે, આ યોજનાનો લાભ મેળવવા માટે કયા કાગળપત્રોની જરૂર પડે છે એની માહિતી અનેક વખત દર્દીઓને હોતી નથી. તેથી હોસ્પિટલમાં ગયા બાદ ત્યાં મેડિકલ સારવાર તરત શરૂ થશે એવો ભ્રમ કાગળપત્રો ન હોવાથી તૂટે છે. તેથી રાજ્યના ખૂણેખાંચરેથી આવતા અનેક દર્દીઓએ મેડિકલ સારવાર વિના પાછા ફરવું પડે છે.

રેશનકાર્ડ ન લાવ્યા હોવાથી યોજનાના તત્કાળ ફાયદા દર્દીઓને મળતા ન હોવાનો અનુભવ મહાત્મા ફુલે જનઆરોગ્ય યોજનાના મેડિકલ અધિકારી ડો. રેવત કાનિંદેએ જણાવ્યું હતું. ફોટોઆઈડી તરીકે આધારકાર્ડ, વોટર કાર્ડ, પાસપોર્ટ તેમ જ નાના બાળકો માટે સ્કૂલનું આઈડેન્ટિટી કાર્ડ ચાલે છે. પણ યોજનાના લાભ માટે રેશનકાર્ડ હોવું ફરજિયાત છે. રેશનકાર્ડ ન હોય તો એની ઉપલબ્ધતા ઓનલાઈન પદ્ધતિથી કરી શકાય છે એમ મહાત્મા ફુલે જનઆરોગ્ય યોજનાના પ્રમુખ ડો. સુધાકર શિંદેએ જણાવ્યું હતું.

આરોગ્યમિત્રોને એના માટે પ્રશિક્ષણ પણ આપવામાં આવ્યું હોવાનું તેમણે ઉમેર્યું હતું. અન્ન અને નાગરી પુરવઠા વિભાગની વેબસાઈટ પરથી રેશનકાર્ડ મેળવવું કડાકૂટવાળી પ્રક્રિયા છે. નવા રેશનકાર્ડ માટે અરજી કરી હોય તો એની હાલની સ્થિતિ ખબર પડે છે.

ડિજિટલ કાર્ડની જરૂર
આધારકાર્ડની જેમ રેશનકાર્ડ પણ ડિજિટલ પદ્ધતિનું હોવું જોઈએ એના પર દર્દીઓના હક માટે કાર્યરત આરોગ્ય કાર્યકર્તાઓ ભાર મૂકે છે. જ્યાં આ પુરાવા તરીકે ગ્રાહ્ય ગણવામાં આવે છે ત્યાં આ સંદર્ભ ઓનલાઈન તપાસીને જોવું શક્ય થશે. ફક્ત રેશનકાર્ડ ન હોવાથી દર્દીઓની થતી અગવડ ટળશે એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...