તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:સી-લિન્ક પાસે ઝારખંડના યુવકે ઝાડ પર ગળેફાંસો ખાઈ લીધો

મુંબઈ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • સગીરા સાથે લગ્ન કરવાથી જેલની હવા ખાવી પડતાં ડિપ્રેશનમાં હતો

બાંદરા-વરલી સીલિન્ક પાસેના રસ્તાની કોરે આવેલા ઝાડ પર એક યુવાને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કર્યાની ઘટના પ્રકાશમાં આવી હતી. મૃતક શિવશંકર યાદવ (22) મૂળ ઝારખંડનો રહેવાસી છે. આ પ્રકરણે વરલી પોલીસ સ્ટેશનમાં અપમૃત્યુની નોંધ કરવામાં આવી છે. શિવશંકર વરલીના મદ્રાસવાડી પરિસરમાં રહેતો હતો. મલબાર હિલ ખાતે રહેતા ભાઈને મળ્યા બાદ એ વરલીના કેટલાક મિત્રોને મળ્યો હતો. મધરાત પછી શિવશંકરે હિલ રોડ પર એક ઝાડ પર ગળે ફાંસો ખાધો હતો. સવારના એક વર્તમાનપત્ર વિક્રેતાએ એને ઝાડ પર લટકતો જોયો.

આ બાબતની માહિતી એણે પોલીસને આપી ત્યારે વરલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસને શિવશંકરનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યો હતો.થોડા મહિના પહેલાં એણે ઝારખંડમાં સગીર છોકરી સાથે લગ્ન કર્યા હતા. એને લઈને શિવશંકર મુંબઈ આવ્યો હતો. એ પછી સગીરાના ઘરનાઓએ શિવશંકર વિરુદ્ધ ઝારખંડમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ગુના હેઠળ શિવશંકર છ મહિના જેલમાં હતો. જેલમાંથી છૂટ્યા બાદ જાન્યુઆરી મહિનામાં એ મુંબઈ આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો