આયોજન:USAમાં સુશિક્ષિત થયેલો યુવાન જૈનદીક્ષા સ્વીકારશે

મુંબઈ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઝવેર રોડ જૈન સંઘ, મુલુન્ડ-વેસ્ટના આંગણે શ્રી ભગવાન વર્ધમાન શ્વે. મૂર્તિ. તપ. જૈન, વર્ધમાન નગર, મુલુન્ડ-વેસ્ટ આયોજીત મુનિ શ્રી કૈવલ્યજીતવિજયજી મ. સા. ની નિશ્રામાં મુમુક્ષુ શ્રી દક્ષેશભાઈની પારમેશ્વરી પ્રવ્રજ્યા શનિવારના દિવસે થશે. તે નિમિત્તે ત્રિદીવસીય મહોત્સવનું આયોજન થયેલ છે.

મુલુન્ડના જુદા જુદા નવ જિનાલયોમાં શક્રસ્તવ અભિષેક થયાં હતા, આ દિવસો દરમિયાન વર્ધમાન નગર જૈન સંઘમાં શ્રી વર્ધમાન મહાશક્રસ્તવ અભિષેક, સંયમ ઉપકરણ કેસર છાંટણા, ભવ્ય વર્ષિદાન વરઘોડો, અઢાર અભિષેક, ભવ્ય મહાપુજા, વગેરે પ્રસંગો ઉજવાયા હતાં, ઝવેર રોડ સંઘમાં દીક્ષાર્થીનો ભવ્ય વિદાય સમારોહ તથા આજરોજ મંગલ પ્રભાતે ચતુર્વીધ સંઘ તથા પ્રભુજી સમક્ષ શ્રી દક્ષેશભાઈને પ્રવ્રજ્યા પ્રદાન થશે.

મુનિશ્રી રાજસુંદર વિજયજી મહારાજે જણાવ્યું હતું કે મોટી નવાઈની વાત એ છે કે દીક્ષાર્થી દક્ષેશભાઈ યુએસમાં માસ્ટર ઓફ સાયન્સ ઈન ઈલેકટ્રીક એન્જિનિયરિંગ ની ડિગ્રી મેળવ્યા પછી દીક્ષિત થઇ રહ્યા છે. સાથે અત્યંત આનંદની વાત તો એ છે કે આવો ઉચ્ચ અભ્યાસ પછી પણ તેઓને સાચો માર્ગ સમજાતા સંસારથી વિરક્ત થવામાં સાર દેખાઈ રહ્યો છે તેથી સંયમજીવનનો સત્ત્વથી સ્વીકાર કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...