તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:નવી મુંબઈમાં રંગની કંપનીમાં આગમાં એક કામદારનું મોત

મુંબઈ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અન્ય બે કંપનીને પણ લપેટમાઃ છ કલાકની જહેમતે આગને બુઝાવી

તુર્ભે એમઆઈડીસી ખાતે બાલાજી પોલીકોટ્સ કંપનીમાં રવિવારે સવારે આગ લાગી હતી, જે થોડા જ સમયમાં અન્ય બે કંપનીઓ સુધી ફેલાઈ હતી. આ સમયે અગ્નિશમન દળે બાજુની કંપનીઓની આગ સમયસર બુઝાવી દીધી હતી. જોકે રંગ કંપનીને લાગેલી આગ આશરે છ કલાક પછી બુઝાવવામાં આવી હતી. તેમાં એક કામદારનું મૃત્યુ થયું છે.રવિવારે સવારે 8 વાગ્યે બાલાજી પોલીકોટ્સ (ડી 315) કંપનીમાં આગ લાગી હતી. આગમાં કંપનીના રંગ માટે ઉપયોગ કરાતાં કેમિકલના ડ્રમ આગ પકડાતાં ફાટ્યા હતા.

આથી થોડા જ સમયમાં આગ બાલાજી કંપનીની પાછળ અને ડાબી બાજુની કંપનીમાં પણ ફેલાઈ હતી. આથી વિસ્તારમાં અન્ય કંપનીઓ સુધી ફેલાવાનો ભય હતો. આગની માહિતી મળતાં જ એમઆઈડીસી અને મહાપાલિકાના અગ્નિશમન દળે ઘટનાસ્થળે દોટ લગાવી હતી. આ સમયે ચારેય બાજુ કંપની જ્વાળામાં લપેટાયેલી હોવાથી આગ પર નિયંત્રણ મેળવવામાં અવરોધ પેદા થતો હતો.આખરે ફાયરબ્રિગેડે બાજુની બે કંપનીઓમાં ફેલાયેલી આગ કાબૂમાં લાવીને ત્રણેય બાજુથી બચાવકાર્યા શરૂ કર્યું હતું.

આ દરમિયાન એક કામગાર કંપનીમાં જ અટવાઈ ગયો હોવાની માહિતી મળી હતી, પરંતુ આગમાં કંપની સંપૂર્ણ બળીને ખાક થવાથી તે વ્યક્તિને જીવંત બચાવવાની શક્યતા ઓછી હતી. આખરે આશરે 6 કલાકના અથાક પ્રયાસ પછી આગ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી. આ પછી કંપનીમાં અટવાયેલા બહાદુર નામના કામગારનો મૃતદેહ શોધવાનું કામ શરૂ કરાયું હતું, પરંતુ બપોર સુધી મૃતદેહ ળ્યો નહોતો.આગની આ ઘટનાને લીધે વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. ત્રણ કંપની સુધી ફેલાયેલી આગ સમયસર કાબૂમાં આવી નહીં હોત તો અમુક અંતર પર ઝૂંપડપટ્ટી વિસ્તારને પણ જોખમ ઊભું થયું હતું. આ ડરથી વિસ્તારના નાગરિકોમાં પણ ભયનું વાતાવરણ ફેલાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો