તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇજાગ્રસ્ત:જૂની પાસપોર્ટ ખાતે સિલિંડર વિસ્ફોટમાં એક મહિલા ઘાયલ

મુંબઇ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

વરલીના એની બેસન્ટ માર્ગ પર જૂની પાસપોર્ટ ઓફિસ ખાતે શુક્રવારે સવારે 9 વાગ્યે સિલિંડર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટની અસરથી બિલ્ડિંગનો કેટલો ભાગ તૂટી પડ્યો હતો, જેમાં એક મહિલા ઘાયલ થઈ હતી. પ્રાથમિક તપાસમાં એવું જણાયું છે કે પાસપોર્સ ઓફિસ ખાતે એર કંડિશનના ડક્ટમાં આગ ફાટી નીકળી હતી, જેને લઈને સિલિંડરનો વિસ્ફોટ થયો હતો.મનીષ કમર્શિયલ સેન્ટર ઈમારતના ત્રીજા માળે કેમિકલ લેબમાં લિક્વિડ નાઈટ્રોજન સિલિંડરમાં વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ એટલો મોટો હતો કે ઈમારતનો થોડો ભાગ તૂટી પડ્યો હતો. તેમાં સૂચિત રશ્મી કૌર (30) ઘાયલ થઈ હતી. તેના પગ અને માથામાં ઈજા પહોંચી હતી. લિક્વિડ નાઈટ્રોજનનું સિલિંડર 250 લિટરનું હતું. અગ્નિશમન દળ અને પોલીસના જવાનો દોડી આવ્યા હતા અને રાહત કામગીરી પાર પાડી હતી.

અન્ય સમાચારો પણ છે...