તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ધટના:મલાડમાં ડાયાલિસિસ મશીન ફાટતાં મહિલાનું મોત નિપજ્યું

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કિડનીની બીમારીથી પીડાતી હોવાથી ઘરમાં જ ડાયાલિસિસ ચાલતું હતું

ડાયાલિસિસ મશીન ફાટવાથી મલાડમાંએક મહિલાનું મોત થયું છે. મૃતક સુલોચના યાદવ મૂળ ઉત્તર પ્રદેશની રહેવાસી હતી. મલાડ પૂર્વના ગોકુળનગરમાં તે એકલી જ રહેતી હતી. 2006થી તે ડાયાલિસિસ પર હતી. તેના પતિની લોટ દળવાની ચક્કી હતી. જોકે 2006માં પતિનું મૃત્યુ થયું ત્યારથી તે એકલી જ ઘરમાં રહેતી હતી.કિડનીની બીમારીથી પીડાતી હોવાથી તે ડાયાલિસિસ પર હતી. તેણે ઘરમાં જ ડાયાલિસિસ મશીન વસાવી લીધું હતું. જોકે મશીન જૂનું થઈ જવાથી ડોક્ટરે તે બદલવાની સલાહ આપી હતી, પરંતુ આર્થિક પરિસ્થિતિ સારી નહીં હોવાથી મશીન બદલ્યું નહોતું.

શુક્રવારે સાંજે અચાનક મશીન ફાટવાથી સુલોચના ઘાયલ થઈ હતી. પાડોશીઓને અવાજ આવતાં તુરંત મદદે દોડી ગયા હતા. કુરાર પોલીસને જાણ કરવામાં આવી હતી, જે આવ્યા પછી સુલોચનાને નજીકની હોસ્પિટલમાં લઈ જવાઈ હતી, પરંતુ દાખલ કરવા પૂર્વે જ મૃત ઘોષિત કરવામાં આવી હતી.આ સંબંધે પોલીસે પાડોશીઓનાં નિવેદન નોંધ્યાં હતાં. સુલોચના લોહીના ખાબોચિયામાં જોવા મળી હતી. આથી મૃત્યુ ચોક્કસ કઈ રીતે થયું તે જાણી શકાયું નથી.

અન્ય સમાચારો પણ છે...