તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Mumbai
 • A Viewing Gallery Will Be Set Up At Dadar Chopati, The Beach From Worli To Bandra Can Be Seen Along With The Tides.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:દાદર ચોપાટી પર વ્યૂઈંગ ગેલેરી ઊભી કરવામાં આવશે, સમુદ્રની ભરતી-ઓટ સાથે જ વરલીથી બાંદરા સુધીનો સમુદ્રકિનારો જોઈ શકાશે

મુંબઇ14 દિવસ પહેલા
 • કૉપી લિંક

દાદર ચોપાટી પર વ્યૂઈંગ ગેલેરી માટે કોન્ટ્રેક્ટર નિમવા બાબતનો પ્રસ્તાવ સ્થાયી સમિતિ પાસે મોકલવામાં આવ્યો છે. આ કામ માટે કુલ સાડા ચાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ કામ આઠ મહિનામાં પૂરું કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. એના લીધે ટૂંક સમયમાં લોકોને આ ગેલેરીમાં ઊભા રહીને સમુદ્રની ભરતી-ઓટ જોવા મળશે. એ જ પ્રમાણે વરલીથી બાંદરા સુધીનો સમુદ્રકિનારો મુંબઈગરાઓ જોઈ શકશે. આ વ્યૂઈંગ ગેલેરી દાદર ચોપાટી પર ચૈત્યભૂમિની પાછળની બાજુએ સમુદ્રકિનારે ઊભી કરવામાં આવશે. મહાપાલિકાના જી ઉત્તર વોર્ડ કાર્યાલય તરફથી આ કામ કરવામાં આવશે.

દાદર પરિસરમાં પહેલાંના સમયની કાપડ મિલોમાં વરસાદનું પાણી સમુદ્રમાં છોડવા જે ઠેકાણે પાઈપલાઈન મળે છે ત્યાં આ ગેલેરી બાંધવામાં આવશે. અત્યારે મિલો બંધ હોવાથી આ પાઈપલાઈનનો ઉપયોગ થતો નથી. દાદર ચોપાટી આવતા અનેક નાગરિકો આ પાઈપલાઈન પર બેસે છે. ત્યાં સેલ્ફી લે છે, ફોટો કાઢે છે. તેથી આ જ જગ્યા પર વ્યૂઈંગ ગેલેરી ઊભી કરવી યોગ્ય રહેશે એવો મહાપાલિકાનો વિચાર છે. આ ગેલેરી માટે રૂપરેખા તૈયાર કરવાનું કામ છેલ્લા એકાદ વર્ષથી ચાલુ છે. જો કે લોકડાઉનને કારણે કામ બંધ હતું. લોકડાઉન હળવો થયા પછી મહાપાલિકાએ મહારાષ્ટ્ર સાગર કુનારા વ્યવસ્થાપન પ્રાધિકરણ પાસે (એમસીઝેડએમએ) અરજી કરી હતી. આ કામ માટે રૂ. 3,50,00,000નો ખર્ચ થશે. તમામ કર ઉમેરતા મહાપાલિકાને રૂ. 4,59,00,000 જેટલો ખર્ચ થશે.

ઉંચાઈએ ગેલેરી હશે
સમુદ્રની ભરતી-ઓટ ધ્યાનમાં લેતા આ ગેલેરી ઉંચાઈ પર બાંધવામાં આવશે. યોગ્ય ઉંચાઈએ હોવાથી ચોમાસામાં પણ પર્યટકો લહેરોની મોજ માણી શકશે. દિવ્યાંગ અને વરિષ્ઠ નાગરિકો પણ આ ગેલેરીમાં જઈ શકે એ માટે એને ઢોળાણ પણ આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો