નિર્ણય:અનિલ દેશમુખની અરજી પર બે જજની બેન્ચ સુનાવણી કરશે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિંગલ બેન્ચ સમક્ષ સુનાવણી માટે હાઈકોર્ટના રજિસ્ટ્રી વિભાગનો વાંધો

ઈડીએ મની લોન્ડરિંગ પ્રકરણમાં બજાવેલ સમન્સ વિરુદ્ધ ભૂતપૂર્વ ગૃહ મંત્રી અનિલ દેશમુખે કરેલી અરજી પર બે જજની ખંડપીઠ સમક્ષ સુનાવણી થશે એમ સ્પષ્ટ થયું હતું. આ કેસ સિંગલ જજ બેન્ચ સમક્ષ સુનાવણી માટે આવ્યો હોવાથી હાઈ કોર્ટના રજિસ્ટ્રી વિભાગે નોંધાવેલો વાંધો યોગ્ય હોવાનો ચુકાદો જજ સંદીપ શિંદેએ આપ્યો હતો.

ભ્રષ્ટાચારના આરોપ બાબતે સીબીઆઈએ એફઆઈઆર નોંધાવ્યા પછી ઈડીએ પણ દેશમુખ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. દેશમુખે પોતાના પદનો દુરુપયોગ કરીને સસપેન્ડેડ પોલીસ અધિકારી સચિવ વાઝેના માધ્યમતી મુંબઈના રેસ્ટોરંટ્સ અને બારમાલિકો પાસેથી રૂ. 4 કરોડ 70 લાખ ભેગા કર્યા અને આ રૂપિયા તેમણે પોતાના કુટુંબના નિયંત્રણવાળા નાગપુરના શ્રી સાઈ શિક્ષણ સંસ્થામાં ટ્રાન્સફર કર્યા એવો ઈડીનો આરોપ છે. ઈડીએ વારંવાર સમન્સ બજાવ્યા પછી ઈડીએ દેશમુખ વિરુદ્ધ લૂકઆઉટ નોટિસ પણ જારી કરી.

જોકે દેશમુખે આરોપોનું ખંડન કરતા વારંવાર કોર્ટના દરવાજા ખખડાવ્યા. છતાં એમને તેમને નિષ્ફળતા મળી. હવે ઈડીના સમન્સના પડકારતી અરજી દેશમુખે એડવોકેટ અનિકેત નિકમ મારફત દાખલ કરી છે. દેશમુખની અરજી સિંગલ જજ બેન્ચ સમક્ષ સુનાવણી માટે મૂકી શકાય કે એવો પ્રશ્ન હાઈ કોર્ટના રજિસ્ટ્રી વિભાગે ઉપસ્થિત કર્યો હોવાથી પહેલાં આ મુદ્દાનું કાયદાકીય નિરાકરણ થવું જોઈએ એમ 9 સપ્ટેમ્બરની સુનાવણીમાં સીબીઆઈ તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ રજૂઆત કરી હતી.

​​​​​​​હાઈ કોર્ટની નિયમાવલી પ્રમાણે ફોજદારી દંડ સંહિતાની કલમ 482 અન્વયે કરેલી આ અરજી પર સિંગલ જજ બેન્ચ સમક્ષ સુનાવણી થઈ શકે છે એવી દલીલ એડવોકેટ નિકમે કરી હતી. એ પછી જજ શિંદેએ આ કાયદાકીય મુદ્દા પર પોતાનો ચુકાદો મોકૂફ રાખ્યો હતો. એ હવે જાહેર કરતા દેશમુખની અરજીની સુનાવણી ખંડપીઠ સમક્ષ રાખવાનો નિર્દેશ જજ શિંદેએ રજિસ્ટ્રીને આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...