ધરપકડ:આતંકી માટે ટિકિટ બુક કરનાર ટ્રાવેલ એજન્ટની ધરપકડ કરાઈ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આતંકીઓના સ્લીપર સેલ અંગે સર્વેલન્સ વધુ મજબૂત બનાવવા નિર્દેશ

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે મંગળવારે પાકિસ્તાની આતંકવાદીઓની ધરપકડ કરીને મોટા કાવતરાનો પર્દાફાશ કર્યો છે, જેમાં મુંબઇના એક સહિત છ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. આ પછી મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલીપ વલસે પાટીલે બુધવારે એવી માહિતી આપી કે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે આ પ્રકરણમાં એક ટ્રાવેલ એજન્ટની ધરપકડ કરી છે. આ એજન્ટે એક આતંકવાદી માટે ટ્રેનની ટિકિટ બુક કરાવી હતી. વલસે પાટીલે મુંબઈ પોલીસના આતંકવાદ વિરોધી પથક (ATS)ના પ્રમુખ સહિત વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

પાટીલે માહિતી આપી હતી કે, મુંબઈ પોલીસે ધારાવીથી અજગર નામે એક ટ્રાવેલ એજન્ટની ધરપરડ કરી છે. તેની વધુ તપાસ ચાલી રહી છે અને આતંકી કાવતરાને લગતી વધુ માહિતી મેળવવામાં આવી રહી છે. આ મામલાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને વધુ માહિતી આપી શકાય એમ નથી. અન્યથા તપાસમાં અવરોધ આવી શકે છે.

પાટીલે એટીએસ અને મુંબઈ પોલીસને મહાનગરમાંથી આતંકવાદીની ધરપકડ કર્યા બાદ આતંકવાદીઓના સ્લીપર સેલ અંગે સર્વેલન્સને વધુ તીવ્ર બનાવવાનો નિર્દેશ આપ્યો છે. રાજ્ય સરકારે આ બાબતને ગંભીરતાથી લીધી છે અને તહેવારોની સીઝનમાં સલામતી સુનિશ્ચિત કરવા અધિકારીઓને નિર્દેશ આપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...