તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:મુંબઈમાંથી પકડાયેલા યુરેનિયમના જથ્થાનો રેલો પહોંચ્યાે ઝારખંડમાં

મુંબઈ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુરેનિયમ અમેરિકામાં તૈયાર કરવામાં આવ્યું હતું

મુંબઈમાં યુરેનિયમ મળી આવ્યું એ પ્રકરણના તાણાવાણા ઝારખંડ સુધી પહોંચ્યા હોવાની ચર્ચા છે. આ પ્રકરણે ઝારખંડ પોલીસે 7 જણની ધરપકડ કરી છે. એ સંબંધી તપાસ માટે એનઆઈએની ટીમ ઝારખંડ જશે. મુંબઈમાં એપ્રિલમાં એક ભંગારની દુકાનમાંથી યુરેનિયમ મળી આવ્યું હતું. યુરેનિયમ અણુ ધડાકા માટેનો જરૂરી ઘટક છે અને એ સંરક્ષિત શ્રેણીમાં છે. એના સાર્વજનિક તેમ જ વ્યવસાયિક વપરાશ પર બંધી છે. તેથી જ મુંબઈમાં યુરેનિયમ મળી આવ્યા પછી એનો તપાસ નેશનલ ઈન્વેસ્ટિંગ એજન્સીને સોંપવામાં આવી હતી.

ભંગારમાં મળેલા આ સ્ફોટકના તાણાવાણા ઝારખંડ સુધી પહોંચ્યાનું જણાયું છે. મળેલી માહિતી અનુસાર ઝારખંડ પોલીસે બોકારો ખાતે 6.40 કિલો યુરેનિયમ બે દિવસ પહેલાં જપ્ત કર્યું હતું. આ પ્રકરણે 7 જણની ધરપકડ કરવામાં આવી હતી.

એકની ધરપકડ પણ બીજો ફરાર
ઝારખંડ પોલીસે કરેલી તપાસમાં અનિલ સિંહ નામની વ્યક્તિ યુરેનિયમ પૂરું પાડતો હોવાની માહિતી મળી હતી. એની ધરપકડ કરવામાં આવી હતી. પણ આ પ્રકરણે મુન્ના ઉર્ફે ઈશાક ફરાર છે. ઈશાક દેશમાં અનેક ઠેકાણે યુરેનિયમ પૂરું પાડે છે એવી પ્રાથમિક માહિતી પોલીસને મળી છે. તેથી આ પ્રકરણ મુંબઈના યુરેનિયમની તપાસ કરનાર એનઆઈએની ટીમે પોતાના હસ્તક લીધી છે.

અન્ય સમાચારો પણ છે...