તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા કાર્યવાહી:દાઉદના પિતા ઈબ્રાહિમના નામ પર ધમકી આપતો ડ્રગ તસ્કર ઝડપાયો

મુંબઈ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • નામ ઈબ્રાહિમ હોવાથી પોતે દાઉદનો પિતા હોવાનું કહી ધમકાવતો

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)એ ડ્રગ તસ્કરી કરનાર પર તવાઈ ચાલુ જ રાખી છે. ખાસ કરીને દાઉદ ઈબ્રાહિમના વિશ્વાસુ અને કરીમલાલાના સંબંધી ચિંકુ પઠાણ અને ચિંકુના સાગરીત આરીફ ભુજવાલાની ડોંગરીની ધરપકડ કર્યા પછી વધુ નામો બહાર આવી રહ્યા છે. આ કાર્યવાહીને આગળ ચાલુ રાખતાં એનસીબી દ્વારા શનિવારે અંધેરી ડોંગરીમાંથી વધુ બે ડ્રગ તસ્કરોને ઝડપી લીધા છે. તેમાંથી એક તસ્કરનું નામ ઈબ્રાહિમ હોવાથી તે દાઉદના સ્વર્ગસ્થ પિતા ઈબ્રાહિમ કાસકરને નામે લોકોને ધાકધમકી આપતો હતો એવું બહાર આવ્યું છે.

એનસીબીના મુંબઈ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડીની આગેવાનીમાં શનિવારે કુખ્યાત ડ્રગ તસ્કર ઈબ્રાહિમ મુજાવર ઉર્ફે ઈબ્રાહિમ કાસકરની જોગેશ્વરીથી ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી 100 ગ્રામ એમડી (મેફોડ્રોન કે પાર્ટી ડ્રગ) ડ્રગ જપ્ત કરવામાં આવ્યું હતું. ઉપરાંત એક આલીશાન કાર પણ જપ્ત કરવામાં આવી છે. ઈબ્રાહિમ હાઈ પ્રોફાઈલ ગ્રાહકોમાં ડ્રગ વહેંચતો હતો એવું તપાસમાં બહાર આવ્યું છે.

ખાસ વાત એ છે કે ઈબ્રાહિમ દાઉદના પિતા ઈબ્રાહિમ કાસકરને નામે લોકોને ધાકધમકી આપતો હતો. પોતે દાઉદ કરતાં પણ ચઢિયાતો છે એમ તે કહેતો હતો. તેની ઊલટતપાસમાં તેણે ડોંગરીના આસીફ રાજકોટવાલા પાસેથી ડ્રગ લેતો હતો એવી કબૂલાત કરી હતી. આને આધારે ડોંગરીથી રાજકોટવાલાની પણ ધરપકડ કરવામાં આવી હતી, જેની પાસેથી ચરસ નામે માદક પદાર્થ મળી આવ્યો છે. ઈબ્રાહિમ અને આસીફ છેલ્લા એક વર્ષથી એકત્ર કામ કરતા હતા.

ઈબ્રાહિમ સામે પોલીસ પર હુમલો, હત્યાનો પ્રયાસ જેવા ગુનાઓ પણ નોંધાયેલા છે. આ બંને કેસમાં તે જામીન પર બહાર આવ્યો હતો. આ પછી પણ તેણે ડ્રગનો ધંધો ચાલુ જ રાખ્યો હતો, એમ વાનખેડેએ જણાવ્યું હતુ.

એન્ટી નાર્કોટિક્સ સેલે રૂ. 9.4 લાખનો ગાંજો પકડ્યો
દરમિયાન એન્ટી નાર્કોટિક્સ સેલના ડીસીપી દત્તા નલાવડેએ જણાવ્યું હતું કે અમે શનિવારે બે અલગ અલગ કેસમાં એક મહિલા સહિત બે જ પાસેથી રૂ. 9.4 લાખ મૂલ્યનો 47 કિલોે ગાંજો પકડી પાડ્યો હતો. આરોપી ઓડિશાનો રહેવાસી છે, જ્યારે મહિલા મલાડની રહેવાસી છે. બંને મોટે પાયે ડ્રગની તસ્કરીમાં સંડોવાયેલા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો