ભાસ્કર વિશેષ:રાણીબાગમાં ગંદા પાણી પર પ્રક્રિયા કરતી યંત્રણા શરૂ કરાઈ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાણીની જરૂરીયાતને ધ્યાને લેતા આ યંત્રણાથી અતિરિક્ત 5 લાખ લીટર પાણી ઉપલબ્ધ થશે

ભાયખલા ખાતેના વીરમાતા જીજાબાઈ ભોસલે ઉદ્યાન અને પ્રાણીસંગ્રહાલયમાં પાણીની વધતી જરૂરિયાત ધ્યાનમાં રાખતા ગંદા પાણી પર પ્રક્રિયા કરવાનો નિર્ણય પ્રશાસને લીધો હતો. ગંદા પાણી પર પ્રક્રિયા કર્યા પછી દરરોજ 5 લાખ લીટર પાણી પુનર્વપરાશ માટે ઉપલબ્ધ થશે. આ પાણી પ્રાણીઓના જળાશય અને રાણીબાગના વૃક્ષો માટે ઉપલબ્ધ થશે. આ ગંદા પાણી પ્રક્રિયા યંત્રણાનું લોકાર્પણ શનિવારે પર્યટન અને પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરે દ્વારા કરવામાં આવ્યું હતું.

મુંબઈગરાઓને દરરોજ સાત ડેમમાંથી 3850 મિલયન લીટર પાણી પુરવઠો કરવામાં આવે છે. જોકે પાણી ચોરી અને ગળતરના કારણે 27 ટકા પાણી વેડફાય છે. તેથી મુંબઈની તરસ પૂર્ણપણે છીપાતી નથી. આ બાબત ધ્યાનમાં લઈને પ્રશાસને મોટી સોસાયટીઓને ગંદા પાણી પર પ્રક્રિયા કરીને મળતા પાણીને વિવિધ કામ માટે વાપરવાનો વિકલ્પ ઉપલબ્ધ કર્યો છે. તેમ જ ગંદા પાણી પ્રક્રિયા કેન્દ્ર ઊભા કરવાની મહાપાલિકાની ઈચ્છા છે.

રાણીબાગમાં પક્ષી અને વન્ય પ્રાણીઓને મોટા પ્રમાણમાં પાણીની જરૂર પડે છે. પ્રાણીઓ માટે જળાશય ઊભા કરવામાં આવ્યા છે. એમાં મોટા પ્રમાણમાં પાણીની જરૂર પડે છે. તેથી રાણીબાગમાં ગંદા પાણી પર પ્રક્રિયા કરીને નિર્માણ થતા પાણીનો ઉપયોગ કરવાનો નિર્ણય પ્રશાસને લીધો છે. રાણીબાગના પ્રાણીઓના આધુનિક પ્રદર્શન કક્ષનું, બાયોમ થીમ આધારિત બગીચાનું અને ગંદા પાણી પર પ્રક્રિયાની યંત્રણાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ યંત્રણાના કારણે પશુપક્ષીઓના પીવા માટે મોટા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ થશે એમ અધિકારીએ જણાવ્યું હતું.

વાંદરા માટે ઘર અને પક્ષીઓનું નંદનવન : વાંદરાઓ માટે નિવાસસ્થાન તૈયાર કરવામાં આવ્યું છે. પ્રદર્શન ગેલેરીમાંથી અંદરના ભાગમાં કૃત્રિમ નિવાસ, આકર્ષક સંરચના, ઝૂલા વગેરેનો આનંદ માણતા વાંદરાઓ જોવાની તક હવે પર્યટકોને મળશે. પક્ષીઓના નવા નંદનવનમાં વોક થ્રુ સુવિધા સહિત જોવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

કાચમાંથી કુદરતી અધિવાસ, વિવિધ ઝાડપાન, ઘર તૈયાર કરવા જગ્યા, રમકડા, પીવાના પાણીની સુવિધા વગેરે જોઈ શકાય છે. યુરોપિયન ટેકનોલોજી પર આધારિત સ્ટેનલેસ સ્ટીલ વાયરમેશની સંરચના તૈયાર કરવામાં આવી છે. રાણીબાગમાં પોપટ, મોર, વગેરે પક્ષીઓ જોવા મળે છે. પક્ષીઓ વિશે જીવશાસ્ત્રીય માહિતી આપતી બાબતો દેખાડતા બોર્ડ લગાડવામાં આવ્યા છે.

નાવીન્યપૂર્ણ રચના
વિવિધ પ્રકારના હવામાન ક્ષેત્રમાં ઊગતા ઘાસ, ઉષ્ણકટિબંધની વનસ્પતિ પર આધારિત ઉદ્યાન ઊભા કરવામાં આવ્યા છે. ઉષ્ણકટિબંધ ક્ષેત્ર ગરમ અને ગીચ ઝાડીઓ માટે ઓળખાય છે. આ પ્રકાર ભારતમાં પશ્ચિમ ઘાટમાં જોવા મળે છે. ઝાડ હંમેશા લીલાછમ રહેતા હોવાથી તેના પાંદડા જાડા, મીણ જેવા હોય છે. ઘાસવાળા પ્રદેશ ઓછા ભેજમાં વધે છે. ઝાડની ઉંચાઈ 10 થી 30 ઈંચ સુધી હોય છે. ઘાસ ભેજવાળા હવામાનમાં વધે છે અને સૂકા હવામાનમાં સુષુપ્ત હોય છે.

અન્ય સમાચારો પણ છે...