તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવાકાર્ય:મલાડની ગુજરાતી શાળામાં ભણેલો વિદ્યાર્થી નાની ઉંમરે ગૌસેવક બન્યો

મુંબઇ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમારા વિસ્તારનાં એક બા સેવાકાર્ય કરતાં તેમની પરથી પ્રેરણા લીધી

વેકેશન દરમિયાન સામાન્ય રીતે બાળકો રમતગમત અથવા આરામ કરવામાં વ્યસ્ત રહે છે, પરંતુ મલાડની ગુજરાતી શાળામાં ભણેલો એક યુવક એવો છે જેણે વેકેશન દરમિયાન ગૌસેવાનું કાર્ય શરૂ કર્યું છે. આ વાત છે અમન તાતડની, જે હાલ મલાડની એન. એલ. કૉલેજમાં બારમા ધોરણમાં અભ્યાસ કરે છે.

અમને નવમા ધોરણના વેકેશન દરમિયાન એક ઉપક્રમ શરૂ કર્યો, જે અંતર્ગત તે દરરોજ પોતાના અને પઠાણવાડીના આજુબાજુના વિસ્તારોમાંથી રોટલી, ઘાસ અને બીજા ખાદ્યપદાર્થ ભેગા કરતો અને ત્યાર બાદ મલાડ (પૂર્વ) સ્થિત તપોવન મંદિરમાં આવેલી ગૌશાળામાં આ તમામ ખાદ્યપદાર્થ ગાયોને ખવડાવતો હતો. અમનના આ કાર્યમાં વિસ્તારના લોકો પણ જોડાયા અને દૈનિક ધોરણે આ સેવાકાર્યમાં પોતાનાથી બનતી મદદ કરવા લાગ્યા.જોકે દસમા ધોરણમાં તે અભ્યાસમાં પરોવાઈ ગયો હોવાથી એક વર્ષ માટે દૈનિક ધોરણે આ કાર્ય કરી શક્યો નહોતો. શાળાનો અભ્યાસ પૂર્ણ થયા બાદ તુરંત લોકડાઉન લાદવામાં આવ્યું હતું. આ દરમિયાન તેણે આ કાર્ય સતત ચાલુ રાખ્યું હતું. આજે પણ અમન નિયમિતપણે ૨૫- ૩૦ ઘરોમાં જઈ ખાદ્યપદાર્થ ભેગા કરી ગૌશાળામાં આપે છે.આ સંદર્ભે વધુ વાત કરતાં અમને જણાવ્યું કે “હું જ્યારે નાનો હતો ત્યારે અમારા વિસ્તારનાં એક બા આ કાર્ય કરતાં હતાં, તેમાંથી પ્રેરણા લઈ મેં પણ ૨૦૧૯માં આ સેવાકાર્ય શરૂ કર્યું હતું.”

અન્ય સમાચારો પણ છે...