તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સર્જરી:કિશોરના મૂત્રાશયમાંથી 1 કિલો વજનની પથરી કાઢવામાં આવી

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આવી દુર્લભ સ્થિતિ દરેક 1 લાખ બાળકમાંથી એકમાં જ જોવા મળે છે

કોલકતાના 17 વર્ષના રુબેન શેખના મૂત્રાશયમાંથી મોટા નારિયેળના આકારની 1 કિલો વજનની પથરી કાઢવામાં એસએલ રાહેજો હોસ્પિટલ, માહિમને સફળતા મળી છે. કિશોર અનાથ હોવાથી આ શસ્ત્રક્રિયા તેને માટે નિઃશુલ્ક કરવામાં આવી છે.રુબેનને મૂત્રાશય અને જનનેન્દ્રિયમાં ખામી હતી. એક્ટ્રોફી- એપિસ્પાડિયાસ કોમ્પ્લેક્સ નામે આ દુર્લભ સ્થિતિ દરેક જન્મતા 1 લાખ બાળકમાંથી એકમાં મળી આવે છે. આવા દર્દીઓની બાબતમાં સૌથી મોટી ગૂંચ એ હોય છે કે તેઓ મૂત્ર જમા કરી રાખી શકતા નથી અથવા તે બરોબર કામ કરતું નથી, જેને લીધે મૂત્રનું ગળતર થાય છે.

કન્સલ્ટન્ટ પેડિયાટ્રિક સર્જન ડો. રાજીવ રેડકરની આગેવાનીમાં ડો. સુરેશ ભગત, ડો. અસ્મિતા મહાજન સહિતના નિષ્ણાતોની ટીમે આ અત્યંત ગૂંચભરી શસ્ત્રક્રિયા સફળતાથી પાર પાડી હતી. અનેક વર્ષ પૂર્વે રુબેનને અકસ્માત નડ્યો હતો, જે પછી મૂત્રાશયની પુનઃરચનાની અનેક શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી. તે કેથેટરનો ઉપયોગ કરીને પેશાબ કરી શકાય તે માટે થોડા સમય પૂર્વે મેં તેની પર બ્લેડર ઓગ્મેન્ટેશન અને મિત્રોફેનોફ શસ્ત્રક્રિયા કરીને તેના પેટ પર એક નવી નલિકા ગોઠવી હતી.

આ નલિકા, એપેન્ડિક્સથી બનાવવામાં આવી હતી અને નાભિમાં તૈયાર કરવામાં આવેલા એક નાના છિદ્ર વાટે તે મૂત્રાશયને જોડવામાં આવી હતી. જોકે આ શસ્ત્રક્રિયા પછી તે ફરીથી કોલકતા ગયો અને ફોલો-અપ કર્યું નહીં. થોડા દિવસપૂર્વે પ્રચંડ અસ્વસ્થતા, વેદના જણાઈ અને પેશાબ પર નિયંત્રણ રાખવાનું અશકય બન્યું ત્યારે ફરીથી ફોર્ટિસની સહયોગી સંસ્થા એસ એલ રાહેજા, માહિમમાં દાખલ થવા કહ્યું, એમ ડો. રેડકરે જણાવ્યું હતું.

કિશોરના મૂત્રાશયની પુનઃરચના મુશ્કેલ
30 જૂને શસ્ત્રક્રિયા પાર પડાઈ. મૂત્રાશયની પુનઃરચના કરવાનું બહુ મુશ્કેલ કામ હોવાથી શસ્ત્રક્રિયા બહુ ગૂંચભરી અને દુર્લભ હતી. રુબેને સારો પ્રતિસાદ આપ્યોછે. તેની કિડનીઓ સારી રીતે સુરક્ષિત છે અને કામ કરે છે. આવા દર્દીઓએ દીર્ઘકાલીન માવજત અને નિયમિત ફોલો-અપ અને તપાસ કરવાનું આવશ્યક છે. સીઈઓ ડો. કુનાલ પુનમિયાએ ટીમનો આભાર માન્યો.

અન્ય સમાચારો પણ છે...