તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તરફેણ:વાઝે માટે દક્ષિણ મુંબઈના સોનાના વેપારીએ ટ્રાઈડેન્ટનું ભાડું ચૂકવ્યું હતું

મુંબઈ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વેપારી સામે કાંજુરમાર્ગમાં ચાલતા કેસમાં ભીનું સંકેલવા સામે વાઝેએ આ તરફેણ લીધી હતી
 • તે વોલ્વો કાર મુંબઈના વેપારીએ દમણના ઉદ્યોગપતિને આપી હતી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના દક્ષિણ મુંબઇ સ્થિત નિવાસસ્થાન એન્ટિલિયા નજીક વિસ્ફોટક સાથેની સ્કોર્પિયો કાર મૂકવાના કેસમાં એપીઆઇ સચિન વાઝે વિશે રોજ ચોંકાવનારી માહિતી બહાર આવી રહી છે. વાઝે માટે દક્ષિણ મુંબઈના એક સોનાના વેપારી મહેશ છાજેડે રૂ. 13 લાખમાં 100 દિવસ માટે નરીમાન પોઈન્ટ સ્થિત ટ્રાઈડેન્ટ હોટેલમાં રૂમ બુક કરાવવામાં આવ્યો હતો. આ રૂમનું રોજનું ભાડું રૂ. 10 હજાર હતું. છાજેડે એક ટ્રાવેલ્સ એજન્સીને 13 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. એ એજન્સીએ ટ્રાઈડેન્ટ હોટેલને રકમ ચૂકવી હતી. 15 રાત વાઝે આ હોટેલમાં રોકાયો હતો. સૌથી પહેલાં 15 જાન્યુઆરી અને છેલ્લે 20 ફેબ્રુઆરીએ રૂમ નંબર 1964માં હતો. રૂમ સુશાંત ખામકરના નામે બુક કરવામાં આવ્યો હતો.છાજેડ પરિવારના જુદા જુદા બિઝનેસ છે, જેમાં ચોપાટી સ્થિત ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ પણ છે.

રાજસ્થાનના મેવાડના મારવાડી પરિવાર મહેશ છાજેડની દુકાન દક્ષિણ મુંબઇમાં છે. મહેશના ભાઈ મહાવીર છાજેડે જણાવ્યું હતું કે, મહેશ છેલ્લા 5 દિવસથી એનઆઈએ ઓફિસ જઈ રહ્યો છે, એનઆઇએ અધિકારીઓ તેની પૂછપરછ કરી રહ્યા છે. એ પહેલાં તે દરરોજ દુકાને આવતો હતો પરંતુ છેલ્લા 5 દિવસથી દુકાને આવ્યો નથી. મહાવીરે વધુમાં જણાવ્યું કે, મહેશે જ આ માહિતી મને ફોન પર આપી હતી. એનઆઈએનાં સૂત્રોના જણાવ્યા અનુસાર વાઝે હોટેલ ટ્રાઈડેન્ટના 19મા માળે રૂમ નંબર 1964માં રોકાયો હતો. રૂમ બુક કરાવનાર મહેશ છાજેડ સામે એક કેસ કાંજુરમાર્ગ પોલીસ સ્ટેશનમાં ચાલે છે.

વાઝેએ આ વેપારીનો સંપર્ક કરીને કહ્યું કે તું આ કેસ ક્રાઇમ બ્રાન્ચમાં ટાન્સફર કરી નાખ. હું સંભાળી લઈશ. આ સામે વાઝેએ હોટેલમાં મુકામનો ખર્ચ કરવા કહ્યું હતું. આ માટે ત્રણ હોટેલનાં નામ વેપારીને આપ્યાં હતાં. ત્યાર પછી વાઝેએ હોટલ ટ્રાઈડેન્ટ પસંદ કરી હતી, આ ત્રણેય હોટેલ વાઝેની ઓફિસથી નજીક છે.

વાઝે સાથે ગુજરાતી મહિલા રેખા હતી
એનઆઈએ દ્વારા હોટેલ ટ્રાઇડેન્ટના સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવી ત્યારે એક અજાણી મહિલા જોવા મળી છે. આ મહિલા પોલીસ જેવી દેખાતી નથી. એનઆઇએ હોટેલની લોબી, લિફ્ટથી લઈને રૂમ આસપાસ સહિત લગભગ 15 થી 20 સીસીટીવી કેમેરાના ફૂટેજ એકત્રિત કર્યા છે, પરંતુ મહિલાના મોઢા પર માસ્ક હોવાથી ઓળખી શકાઈ નથી. આ મહિલાનું નામ રેખા હોવાનું માનવામાં આવે છે. રેખા ગુજરાતી છે. તે બે દિવસ વાઝે સાથે હોટેલમાં રોકાઇ હતી. રેખાનું કનેકશન ક્રિકેટ બુકી નરેશ ગોર સાથે છે. તેનું નામ સિમકાર્ડના ટેલિફોનિક વિશ્લેષણમાં પણ સામે આવ્યું છે.

આ મહિલાના હાથમાં નોટ ગણવાનું મશીન હોવાનું દેખાયું છે. મહિલાનું ગુજરાત સાથે જોડાણ હોઈ શકે છે. વાઝે સાથે મહિલા કારમાં 16 ફેબ્રુઆરીએ હોટેલમાં આવી હતી, પરંતુ પહેલા વાઝે હોટેલની અંદર જાય છે અને પછી પાછળથી આ મહિલા અંદર જાય છે. એનઆઈએએ પુષ્ટિ કરી છે કે વાઝે સાથે કુલ 5 નાની- મોટી બેગ લઇને હોટેલમાં આવ્યો હતો, પરંતુ હજી સુધી માત્ર બે બેગ વિશે જાણકારી મળી છે.

ભાસ્કર ન્યૂઝ | મુંબઈ થાણેના ઓટો પાર્ટસ ડીલર મનસુખ હિરનની હત્યાના કેસમાં સસ્પેન્ડેડ એપીઆઈ સચિન વાઝેની તપાસના ભાગરૂપે એન્ટી ટેરરીઝમ સ્ક્વોડ (એટીએસ) દ્વારા મંગળવારે દમણથી વોલ્વો કાર જપ્ત કરી હતી અને કારના માલિકના પુત્રને પૂછપરછ માટે મુંબઈ લાવ્યા હતા. આ કારના મૂળ માલિક મુંબઈના વેપારી મનીષ ભતીજાના કાકાએ દમણના ઉદ્યોગપતિ અનિલ અગ્રવાલને આપી હોવાનું બહાર આવ્યું છે.મનસુખ હત્યા કેસમાં એટીએસએ દમણમાંથી જે વોલ્વો કાર કબજે કરી છે.

તે MH05 DH6789 નંબરની કાર પેરેડાઇઝ સુપરસ્ટ્રક્ચર કંપનીના નામે નોંધાયેલી છે. પેરેડાઇઝ ડેવલપર્સના એમડી મનીષ ભતીજા છે. બુધવારે ભતીજાએ એક વિડિયો સંદેશ દ્વારા સફાઇ આપી હતી. તેમણે કહ્યું હતું કે સાડાત્રણ વર્ષ પહેલાં મારા કાકા ઇસ્માઇલ ધારીવાલે આ કારની ડિલિવરી લીધી હતી. કાર ચાર મહિના ઉપયોગ કર્યા પછી દમણમાં વેપારી મિત્ર અનિલ અગ્રવાલને આપી દીધી હતી. મંગળવારે જ્યારે મેં આ કાર મિડિયામાં જોઈ ત્યારે મારા કાકા સાથે વાત કરી હતી.

આ પછી મને તે વિશે જાણ થઈ હતી. મેં અનિલ અગ્રવાલને ક્યારેય જોયા નથી અને મળ્યો નથી. કારના દસ્તાવેજ મારે નામે છે, મેં તે કાકા ધારીવાલને તે વ્યાવસાયિક સંબંધના ભાગરૂપ આપી હતી. મેં તે કાર એક દિવસ પણ વાપરી નહોતી. વાઝે સાથે તેનું શું જોડાણ છે મને તેની જાણ નથી. હું એક જવાબદાર વેપારી અને નાગરિક છું. આપણે હંમેશાં આવી ખોટી વાતોથી દૂર રહેવું જોઇએ, એમ સંદેશમાં જણાવ્યું છે.ફાઇવસ્ટાર હોટેલમાં ટ્રાન્સફર ડીલિંગ : દરમિયાન ટ્રાન્સફર પોસ્ટિંગ કેસમાં મહત્ત્વપૂર્ણ માહિતી બહાર આવી રહી છે.

​​​​​​​સૂત્રો અનુસાર, દક્ષિણ મુંબઈની ફાઇવ સ્ટાર હોટેલમાં ડીલિંગ કરવામાં આવતી હતી. દલાલો આ હોટેલમાં પોસ્ટિંગ ઈચ્છુક પોલીસ અધિકારીઓને અને આઈએએસ અધિકારીઓને બોલાવતા હતા. ડીલ પછી, તે જ ફાઇવ સ્ટાર હોટેલમાં પૈસાની લેવડદેવડ કરાતી હતી.

હવાલાનું ગુજરાત કનેકશન?
સચિન વાઝે કેસમાં દક્ષિણ મુંબઈના કેટલાક હવાલા ઓપરેટરો એનઆઈએના રડાર પર છે. આ હવાલા ઓપરેટરો ગુજરાતના કેટલાક અન્ય ઓપરેટરો સાથે સતત સંપર્કમાં છે. એનઆઈએને શંકા છે કે છેલ્લા એક મહિનામાં હવાલા ઓપરેટરો દ્વારા અનેક હવાલા વ્યવહાર કરવામાં આવ્યા છે, જેની વાઝેને ખબર હતી. આ શેનો આર્થિક વ્યવહાર હતો, જેમના નાણાં હવાલા આંગડિયા દ્વારા મોકલવામાં આવ્યા હતા. હવે તપાસ એજન્સી કેટલી રકમ કોની હતી તેની માહિતી એકઠી કરી રહી છે અને આ મામલે કેટલાક લોકોની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો