તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:વાકોલામાં ઓટોરિક્ષા પલટી ખાતાં લશ્કરી જવાનનું મોત

મુંબઈ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાગી ગયેલો ડ્રાઈવર CCTV પરથી ઝડપાયો

વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર બુધવારે વહેલી સવારે એક રિક્ષા પલટી ખાઈ ગઈ હતી, જેમાં લશ્કરી જવાનનું મોત થયું હતું. આ ઘટના પછી રિક્ષાચાલક ત્યાંથી ભાગી ગયો હતો. પોલીસે સીસીટીવી કેમેરા ફૂટેજ તપાસીને તેને ઝડપી લીધો છે.

વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર સાંતાક્રુઝના વાકોલા પોલીસ સ્ટેશનની હદમાં આગ્રપાડી બસ સ્ટોપ નજીક આ દુર્ઘટના બની હતી. કર્ણાટકના બેલગામનો રહેવાસી યલપ્પા બાલપ્પા નાઈક (28) મુંબઈમાં કામ નિમિત્તે આવ્યો હતો. બુધવારે વહેલી સવારે 5 વાગ્યે તે અંધેરી તરફ જવા માટે રિક્ષામાં બેઠો હતો. આગ્રીપાડા બસ સ્ટોપ નજીક આવતાં ડ્રાઈવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો અને રીક્ષાએ પલટી મારી હતી, જેમાં યલપ્પા રસ્તા પર ફંગોળાઈ ગયો અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. આ ઘટના પછી રિક્ષાચાલક ત્યાંથી ભાગી ગયો હતો.

દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા એક રાહદારીએ યલપ્પાને લોહીના ખાબોચિયામાં જોઈને પોલીસને જાણ કરી હતી. પોલીસે આવીને યલપ્પાને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યો હતો, પરંતુ તેનું દાખલ કરવા પૂર્વે જ મૃત્યુ થયું હોવાનું ઘોષિત કરવામાં આવ્યું હતું.આ પછી પોલીસે વિસ્તારના સીસીટીવી કેમેરા ફૂટ જોયા હતા અને રિક્ષા ડ્રાઈવરને શોધી કાઢ્યો હતો. તેની સામે 304- એ (બેદરકારીથી મોત નીપજાવવું) સહિત ભારતીય ફોજદારી સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...